News of Thursday, 26th February 2026
કાલુપુર સ્વામિ મંદિરના સાધુએ ભગવા ઉતારી સાંસારિક જીવન શરૂ કરી દીધું
મહિલા સાથે હોવાની વાતો વહેતી થતા વિવાદ : ભાગવતી દિક્ષા લઈ ચૂકેલા સાધુ રામકૃષ્ણદાસજીના ફોટો અને વિડિયો વાયરલ થયા બાદ હોબાળો મચ્યો

અમદાવાદ તા.૨૬: સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સંતોના અવનવા પ્રકરણો અવાર-નવાર સામે આવતા હોય છે. ત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના એક પાકા સંત મહિલા સાથે ફરતા હોવાના ફોટા અને વિડિયો વાયરલ થયા બાદ ભારે વિવાદ પેદા થયો છે. જોકે આ મામલે બચાવ કરતા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, સાધુએ બે દિવસ પહેલાં જ ભગવા ઉતારીને સાંસારિક જીવન શરૂ કરી દીધું છે.
કાલુપુર સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા અને અમદાવાદના એક ગુરુકૂળના સંચાલક એવા સાધુ રામકૃષ્ણદાસજીના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સાધુએ ભાગવતી દિક્ષા લીધી હતી. એટલે કે તે પાકા સંત હતા. દરમિયાનમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સૂત્રોએ દાવો કરતા જણાવ્યું છે કે, ગત તા.૨૩ના રોજ આ સાધુએ પોતાના ગુરુ પાસેથી સંસારી જીવન શરૂ કરવાની આશા લઈને સંપ્રદાયમાંથી વિદાય લીધી છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
