<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

જીગીશા પટેલ પર હુમલાનો વિધાનસભા પરિસરમાં આપ દ્વારા વિરોધ

આ મામલે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર પ્રદર્શનની આમ આદમી પાર્ટી નેતાઓની ચિમકી

રાજકોટ, તા.૨૬:  જિલ્લાના ગોંડલમાં ૨૪ ફેબ્રુઆરીએ આપ નેતા જીગીશા પટેલ પર અજાણ્‍યા શખસો અને મહિલાઓના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. જે બાબતે આજે બુધવારે આપ નેતાઓએ વિધાનસભા પરિસરમાં રોષ ઠાલવી વિરોધ વ્‍યક્‍ત કર્યો, અને ભાજપના હોદ્દેદારો પર ગુંડાગર્દી આરોપ કરતાં કહ્યું હતું કે, ભાજપના ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલીને હુમલો કરાવ્‍યો હતોઁ સમગ્ર મામલે જો કાર્યવાહી ન થાય તો રોડથી લઈને વિધાનસભા સુધી ઉગ્ર વિરોધની પણ ચીમકી આપ નેતાઓ દ્વારા ઉચ્‍ચારવામાં આવી.

ધારાસભ્‍ય ગોપાલ ઈટાલિયા કહ્યું કે, આમ આદમી પાર્ટી જેમ મજબૂત બની તેમ તેમ હવે હુમલાઓની રાજનીતિ શરૂ થઈ છે. ગતરોજ આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ પર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્‍યો. ગોંડલ નગરપાલિકાના કેટલાક પ્રશ્‍નોને લઈને આમ જનતાએ જીગીશાબેન પટેલને વાત કરી કે ‘અમારા વિસ્‍તારમાં આ પ્રશ્‍નો છે, તો તમે સાંભળવા આવો', ભાજપના નેતાઓ કામ ઓછું કરે છે અને ગુંડાગર્દી વધારે કરે છે, માટે જનતાને તેમના પર વિશ્વાસ નથી. માટે લોકોએ જીગીશાબેનને ત્‍યાં બોલાવ્‍યા અને જ્‍યારે જીગીશાબેન ત્‍યાં પહોંચ્‍યા તો ભાજપના ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલીને જીગીશાબેન પર એક કાયરતાપૂર્વક હુમલો કરાવ્‍યો.

(3:58 PM IST)