<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

રાજ્યનું કુલ બાકી જાહેર દેવું રૂ. 3 લાખ 99 હજાર 633 કરોડ રૂપિયા

વર્ષ 2024-25માં રૂ. 22,440 કરોડ વ્યાજ તથા રૂ. 21,922 કોર્ડ મુદ્દલ ચૂકવાયા

ગાંધીનગર : ગુજરાત સરકારે વિધાનસભા સત્રમાં લખિત જવાબમાં જણાવ્યું કે રાજ્યનું કુલ બાકી જાહેર દેવું રૂ. 3,99,633 કરોડ છે; કેન્દ્રીય દેવું 7 થી 50 વર્ષની મુદત માટે વર્ષ 2000-01થી 2024-25 સુધી લેવામાં આવ્યું છે અને N.S.S.F. લોન 10 થી 25 વર્ષની મુદત માટે વર્ષ 1999-00થી 2015-16 સુધી લઈ રહ્યું છે; 

   સરકાર સ્વીકારે છે કે નાણાકિય સંસ્થાઓ તથા બજાર લોન પણ લેવામાં આવી છે; ગુજરાત સરકારે વર્ષ 2023-24માં કેન્દ્રીય દેવાનું રૂ. 510 કરોડ વ્યાજ અને રૂ. 1177 કરોડ મુદ્દલ ચૂકવ્યું અને વર્ષ 2024-25માં રૂ. 579 કરોડ વ્યાજ તથા રૂ. 835 કરોડ  મુદ્દલ ચૂકવ્યું; N.S.S.F. લોન પર વર્ષ 2023-24માં રૂ. 2390 કરોડ  વ્યાજ તથા રૂ. 3629 કરોડ મુદ્દલ ચૂકવ્યા અને વર્ષ 2024-25માં રૂ. 2038 કરોડ વ્યાજ અને રૂ. 3629 કરોડ મુદ્દલ ચૂકવ્યા છે; બજાર લોન પર વર્ષ 2023-24માં રૂ. 21,305 કરોડ  વ્યાજ અને રૂ. 18,551 કરોડ મુદ્દલ ચૂકવ્યા અને વર્ષ 2024-25માં રૂ. 22,440 કરોડ વ્યાજ તથા રૂ. 21,922 કરોડ મુદ્દલ ચૂકવાયા છે.

 

(8:29 PM IST)