News of Thursday, 26th February 2026
વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી: પ્રતાપપરા સહિત આસપાસના 5 ગામોમાં સરકારની સુવિધાઓના ધાંધિયા
મુંગા પશુઓની 1962 સેવામાં ડોકટર નહીં હોવાની વાતે પશુઓની દયનીય હાલત:ઘણા વર્ષોથી પ્રતાપપરા અને અન્ય ગામોમાં મોબાઇલ નેટવર્ક, વિધાર્થીઓને બસની સુવિધા મળતી નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ઘણા ગામોમાં સરકાર દ્વારા મળતી સુવિધાઓનો અભાવ હોય ગ્રામજનોએ આ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિમાં કોઇજ સુધારો નથી
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપરાપરા ગામના જાગૃત નાગરીક મહેન્દ્રભાઈ વસાવાના જણાવ્યા મુજબ અમારા ગામમાં અને આસપાસના અન્ય પાંચેક ગામોમાં સરકારની સુવિધાના ધાંધિયા છે એ માટે ઘણી રજૂઆત કરવા છતાં કોઇજ પગલા લેવામાં આવ્યા નથી જેમાં ખાસ કરીને ગામમાં ઘણા શ્વાનો છે તેમને લાંબા સમયથી દરાજ નો રોગ હોય આ રોગ ચેપી જીવથી બીજા શ્વાનો પણ એનો શિકાર બને છે અમે આ માટે ઘણી વાર 1962 પશુ હેલ્પલાઇન પર કોલ કરી સારવાર માટે રજૂઆત કરી પરંતુ ત્યાંથી એવો જવાબ મળે છે કે ડોકટર નથી અને હજુ કોઇજ સારવાર થઈ નથી જેના કારણે શ્વાનો મોતના મુખમાં ધકેલાય છે.1962ની સેવા અમારા ગામમાં અઢી મહિનાથી બંધ છે.
શાળા માં અભ્યાસ કરતા ગામના વિધાર્થીઓ માટે બસની સુવિધાઓ પણ ઘણા મહિનાથી બંધ છે, ગામના હિત તેમજ સુરક્ષા માટે રાત્રે ગ્રામ રક્ષક જીઆરડીની સુવિધાઓ પણ મળતી નથી, સાથે સાથે આ મોબાઇલ યુગમા પ્રતાપપરા ગામમાં મોબાઈલ નેટવર્કની ખુબ મોટી સમસ્યા છે, સરકાર સુધી અમારી સમસ્યાઓની અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી
આ મુદ્દે નર્મદા જિલ્લા 1962 ના પ્રોજેક્ટ હેડ અજય ચૌધરી એ જણાવ્યું કે પ્રતાપપરા લોકેશનમાં ડોક્ટર નથી કેમ કે ડોક્ટર મુકાઈ છે તે સરકારી પરીક્ષા આપવા ચાલ્યા જાય છે માટે આ તરફ ડોક્ટરો ની અછત છે પરંતુ આગામી પહેલી તારીખથી આ લોકેશન પર ડોક્ટર મુકાઈ જશે. જેથી પશુઓ ની સારવાર થશે
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
