News of Thursday, 26th February 2026
રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ બાઇક ચોરીના આરોપીને બાઇક સાથે ઝડપી પાડતી એલ.સી.બી, નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા એલસીબી ટીમ નું નેટવર્ક ઘણું મજબુત હોવાથી એક બાદ એક ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવે છે, અને ગુનેગારો પણ આ બાબતે ગુનો કરતા પહેલા ફફડે છે ત્યારે હાલમાં પણ રાજપીપળાઓ રાજપીપળા પો.સ્ટે. વિસ્તારમાં થયેલી બાઇક ચોરીના આરોપીને બાઇક સાથે એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ મિલકત સબંધિત ગુનાઓ ઉકેલવા માટેની સુચનાના પગલે પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી, નર્મદા નાઓએ એલ.સી.બી. ટીમના માણસોની અલગ અલગ ટીમો બનાવી મિલ્કત સબંધી બનેલ ગુનઓના ભેદ ઉકલલવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફ ના માણસોએ રાજપીપલા અંકલેશ્વર જવાના રોડ ઉપર ભચરવાડા ગામ નજીકથી રાજપીપળા પો.સ્ટે ના બાઇક ચોરી ના ગુનાના આરોપી જયેશભાઇ વિરીયાભાઇ તોમર (ઉ.વ.૨૧ )(રહે. કોલીયારી, પટેલ ફળીયુ, તા.કઠીવાડા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)નાઓને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડી તેની વિરૂધમા કાયદેસરની કાર્યવાહી કરી છે.
પકડાયેલ આરોપી :જયેશભાઈ વિરીયાભાઈ તોમર (ઉ.વ.૨૧) ધંધો-મજુરી (રહે.કોલીયારી, પટેલ ફળીયુ, તા.કઠીવાડા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
પકડવાનો બાકી આરોપી :-લાલુભાઇ ગુરજીભાઇ તોમર( રહે.કોલીયારી, પટેલ ફળીયુ, તા.કઠીવાડા, જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ)
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
