<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

રૂ.૧૨૨ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના મેટલ સ્‍કેપના વેપારી જયદીપ વિરાણીના ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર

રાજ્‍યભરમાં ચકચાર મચાવનાર : ડી.જી.જી. આઈ. અમદાવાદ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં ૩.૮ બોગસ પેઢીઓ થકી રૂા.રર કરોડની ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ લીધાનું ધ્‍યાને આવેલ

રાજકોટ તા.૨૭: જામનગરના મેટલ સ્‍કેપના વેપારી જયદીપ વિરાણીની અમદાવાદ ડીજી જી.આઈ. ૪૮૭ જી એસ.ટી. કાયદાની કલમ ૧૩૨(૧) (સી)ના ગુના સબબ ૩રર કરોડની ખોટી વેરાશાખ લેવાના આરોપસર ધરપકડ થયા બાદ વેપારી દ્વારા જામીન ઉપર મુક્‍ત થવા માટે કરેલી અરજીની સુનવણી થતા વેપારીને જામીન ઉપર મુદ્દત કરતો હુકમ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ડી.જી.જી.આઈ. અમદાવાદ વિભાગને મળેલ ગુપ્ત માહિતીના આધારે આ કામના આરોપી કે જેઓ મેસર્સ પટેલ મેટલ ક્રાફટ એલએલપીના નામથી જામનગર મુકામે મેટલ સ્‍ક્રેપ ટ્રેડિગનું શ્રમકાજ કરતા હોય તેઓના ધંધાના સ્‍થળે દરોડા પાડવામાં આવેલ અને સર્ચ ગ્રીઝર ઓપરેશન હાથ ધરવામાં આવેલ આ સર્ચ ઓપરેશન દરમ્‍યાન આ કામના આરોપી વેપારીના ધંધાના સ્‍થળેથી થોકબંધ ડોક્‍યુમેન્‍ટસ તથા ઇલેક્‍ટ્રોનિક ગેજેટસ ડી.જી.જી. ખાઈ. દ્વારા કાજે કરવામાં આવેલ. ત્‍યારબાદ સમન્‍સ બાધી આરોપી વેપારીના નિવેદનો નોંધવાની પક્રિયા શથ ધરવામાં આવેલ સઘન તપાસના અંતે ડી.જી.જી.ભાઈ. એવા તારણ પર આવેલ કે ઉપરોકત વધારી દ્વારા અલગ-બળંગ ૩૮ પેઢીઓ કે જે ગુજરાત રાજ્‍યમાં તેમજ રાજ્‍ય બહાર પણ નોંધાયેલી છે તેખોની પાસેથી માલની ભૌતિક ખરીદી કર્યા વિના ૩.૧૨૨ કરોડના બોગસ બીલો થકી રૂ.૨૨ કરોડની ખોટી વેશશામ ભોગવેલ છે. વધુમાં તમામ ૩૮ પેઢીઓ તપાસમાં સ્‍થાળ ઉપર મળી આવેલ ન હોય જેથી બોગસ જાહેર કરવામાં આવેલ હોય તેમજ તેઓના નોંધણી નંબર પણ આપ્‍યા તારીખથી રદ થયેલ છે. વધુમાં ઉપરોકત પેઢીઓ પૈકી અમુક પેઢીઓમાં એક જ બેંક ખાતાનો વ્‍યવહારો માટે ઉપયોગ થયેલ છે તેવું પણ ધ્‍યાને આવેલ આમ ઉપરોકત તપાસના અંતે પ્રિન્‍સિપલ એડીશનલ ડાયરેક્‍ટર જનરલ, ડી.જી.જી.બાઈ. અમદાવાદ દ્વારા આપવામાં બાવેલ અરેસ્‍ટ બોથોરાઈઝેશનના આધારે બા કામના આરોપી વેપારી જયદીપ વિરાણીની જી.એસ.ટી શયદાની કલમ ૧૩૨(૧) (સી)ના ગુના સબબ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ

 ત્‍યારબાદ જામીન ઉપર મુક્‍ત થવા ઉક્‍ત વેપારી દ્વારા પોતાના વડીલશ્રી મારફત નામદાર ગુજરાત હાઇકોટમાં જામીન અરજી દાખલ કરવામાં ખાવેલ ઉપરોકત જામીન અરજી ચાલવા ઉપર આવતા વેપારીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે હાલના કેશમાં ડી.જી.જી.આઈ. અમદાવાદ દ્વારા તદ્દન ખોટી તથા ગેરવ્‍યાજબી રીતે જી એસ ટી કાયદાની કલમ ૧૩૨(૧)(સી) નું મનસ્‍વી અર્થઘટન કરી ઘરપકડ કરવામાં આવેલ છે. વેચનાર વેપારી દ્વારા વેરો ન ભરવાના તથા પ્રોટી વેરા શાખ મેળવી તબદીલ કરવાના કિસ્‍સામાં જી.એસ.ટી કાયદાની કલમ ૧૬(૨)(સી) મુજબ ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ નામંજુર કરી શકાય પરંતુ કલમ ૧૬૨(૧)(સી) મુજબ તે ગુનો બનતો નથી કારણકે આરોપી વેપારી દ્વારા  દલાલો મારફત કાયદેસર ખરીદી કરી માલની ભૌતિક ડિલિવરી મેળવેલ છે. વધુમાં જી.એસ.ટી. વિભાગ ભરી આહોપિત રકમની બાકારણી પણ કરવામાં આવેલ ન સેય, વેપારીના રિમાન્‍ડ પણ માંગવામાં આવેલ ન હોય, વેપારી દ્વારા તપાસમાં સંપૂર્ણ સહકાર આપેલ હોય તેવા મજોગોમાં આરોપી વેપારીની ફરઘર કસ્‍ટડીની કોઈજ જરૂરીયાત રહેતી નથી. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્‍થાપિત જામીન માટેના ત્રિપલ ટેસ્‍ટ ટાંકીને તથા કાયદાની જોગવાઈઓ બાબતે તર્કસંગત દલીલો. રજખાતો કરી અરજદાર તપારીને જામીન ઉપર મુક્‍ત કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ ઉપરોક્‍ત અરજીનો ડી.જી.જા.આઈ. અમદાવાદ વિભાગ દ્વારા લંબાણપૂર્વકનું સોગંદનામું રજૂ કરી સખત વિરોધ કરવામાં ખાવેલ.

 ઉપરોકત બન્ને પક્ષોની દલીલોના અંતે બચાવપક્ષની દલીલોને માન્‍ય રાખીને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર વેપારીને શરતોને આધીન જામીન ઉપર મુક્‍ત કરતો હકમ તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કેસમાં આરોપી વેપારી વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાષાી અપૂર્વ, એન મહેતા તથા જયદીપ એમ. કુકડીયા રોકાયેલા હતા. 

(10:13 AM IST)