તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
બાંગ્લાદેશમાં હિંસાનું તાંડવઃ ભારતીય મિશન ઉપર હૂમલો : કટ્ટરપંથી નેતા હાદિના મોત બાદ દેશ ભડકે બળ્યોઃ હિંસા - તોડફોડ - આગજનીઃ મિડીયા ઓફિસો અને આવામીલીગની ઓફિસોને નિશાન બનાવી ભારત વિરોધી દેખાવો શરૂઃ ભારે માત્રામાં સુરક્ષાદળો તૈનાતઃ ભારતે બંધ કર્યુ વીઝા સેન્ટરઃ સ્થિતિ બેકાબુ થતા યુનુસે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી : બાંગ્લાદેશમાં સ્થિતિ “આઉટ ઓફ કંટ્રોલ” : અખબારોની કચેરીઅઑ ઉપર હૂમલાઃ ૨૫ પત્રકાર મરતા-મરતા બચ્યા10:42 AM IST
અમેરિકામાં 'ગ્રીન કાર્ડ લોટરી' પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો પ્રહાર : બ્રાઉન યુનિવર્સિટી અને MIT ફાયરિંગના આરોપીએ આ સ્કીમથી એન્ટ્રી લીધી હોવાનું ખૂલતા કાર્યક્રમ સસ્પેન્ડ! : પોર્ટુગીઝ શૂટરે ૨ વિદ્યાર્થી અને ૧ પ્રોફેસરની હત્યા કરી ૯ ને ઘાયલ કર્યા બાદ ટ્રમ્પ સરકાર એક્શનમાં : હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે તાત્કાલિક અસરથી ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ રોકવાની કરી જાહેરાત : વર્ષ ૨૦૧૭માં લોટરી દ્વારા આરોપી અમેરિકા આવ્યો હતો12:23 PM IST
નેશનલ હેરાલ્ડ કેસમાં EDનો પલટવાર: સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી : નવી ચાર્જશીટની તૈયારી : ટ્રાયલ કોર્ટે 'ગેરકાયદે' ગણાવેલી ચાર્જશીટ મુદ્દે તપાસ એજન્સીની આક્રમક અપીલ: એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડોની સંપત્તિ અને મની લોન્ડરિંગના આરોપોમાં કોંગ્રેસના મોભીઓની મુશ્કેલીઓ વધી11:09 PM IST
ભારતનું વધતું વૈશ્વિક કદ: "અમેરિકા, રશિયા અને ચીન જેવું જ શક્તિશાળી કેન્દ્ર છે ભારત": બેલારુસના રાષ્ટ્રપતિએ પ્રશંસાના પુલ બાંધ્યા : પીએમ મોદીના નેતૃત્વમાં ભારત બન્યું વિશ્વનું નવું આકર્ષણ કેન્દ્ર: ટ્રમ્પની ટેરિફ વોર અને ટીકાઓ વચ્ચે લુકાશેન્કોએ ભારતની આર્થિક તાકાતનો સ્વીકાર કરી પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો11:08 PM IST
શેખ હસીનાને તાનાશાહ સમજયા : હવે તેની કિંમત ચૂકવવી પડશે: પશ્ચિમની 3 ભૂલો જેણે બાંગ્લાદેશને નર્કમાં ફેરવી દીધું : ભૂતપૂર્વ વિદેશ સચિવ નિરુપમા રાવે કહ્યું છે કે પશ્ચિમે બાંગ્લાદેશને ડેનમાર્ક સમજવાની ગંભીર ભૂલ કરી છે: શેખ હસીનાના જવાથી લોકશાહી નહીં પણ કટ્ટરપંથીઓ અને ટોળાઓનું શાસન શરૂ થયું છે : આ પશ્ચિમી અજ્ઞાનતાએ કટ્ટરપંથી શક્તિઓને મજબૂત બનાવી છે 11:07 PM IST
ભારત અને અમેરિકામાં ગૂગલ અને યુટ્યુબની સેવાઓ ખોરવાઈ : હજારો યુઝર્સ પરેશાન : સર્વર ડાઉન થતા વીડિયો લોડિંગમાં ભારે મુશ્કેલી : ડાઉનડિટેક્ટર પર ૧૧,૦૦૦ થી વધુ ફરિયાદો નોંધાઈ : યુટ્યુબ ઉપરાંત ગૂગલ સર્ચ અને યુટ્યુબ ટીવીમાં પણ ટેકનિકલ ખામી સર્જાઈ : ભારત-અમેરિકામાં સૌથી વધુ અસર : હજુ સુધી ગૂગલ દ્વારા કોઈ સત્તાવાર કારણ સ્પષ્ટ કરાયું નથી11:02 PM IST
ઓનલાઈન બાળ શોષણ વિરુદ્ધ CBIનો વિજય: પ્રયાગરાજ કોર્ટે મોહમ્મદ ઝાકીને ફટકારી 6 વર્ષની સખત કેદ; ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી ફેલાવવી પડી ભારે : POCSO એક્ટ હેઠળ ગુનેગારને ₹55,000 નો દંડ અને પીડિતને વળતર આપવા આદેશ; ડિજિટલ સ્પેસમાં બાળકોના ગૌરવની સુરક્ષા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો મક્કમ સંકલ્પ9:25 PM IST
ભારતીય યુવાનો માટે IBM ની મોટી ભેટ: 2030 સુધીમાં 50 લાખ વિદ્યાર્થીઓને AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં માસ્ટર બનાવશે : સાયબર સુરક્ષા અને અદ્યતન ટેકનોલોજીના શિક્ષણ માટે IBM એ શરૂ કરી મેગા પહેલ; AICTE સાથે મળીને તૈયાર થશે ભવિષ્યનું ડિજિટલ કાર્યબળ, 'SkillsBuild' પ્લેટફોર્મ દ્વારા મફત તાલીમની તક9:24 PM IST
ડ્રગ્સને કહો 'ના', જિંદગીને કહો 'હા': અદા શર્મા બની 'સે નો ટુ ડ્રગ્સ' અભિયાનનું નવું આકર્ષણ; ઇન્દોરમાં ઢોલ વગાડીને યુવાનોને આપ્યો મજબૂત સંદેશ : "નશો પડીકી કે ગોળીઓમાં નહીં, પણ જિંદગીને માણવામાં છે" - અદા શર્માની યુવા હૈયાઓને અપીલ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો અભિનેત્રીનો 'દેશી અંદાજ', લોકપ્રિયતાનો ઉપયોગ હવે સામાજિક પરિવર્તન માટે9:23 PM IST
પિતાની છેલ્લી ઈચ્છા સર્વોપરી: બીજા ધર્મમાં લગ્ન કરનાર પુત્રીને મિલકતમાંથી બાકાત રાખવાના પિતાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો : "વસિયત લખનારની ઈચ્છામાં કોર્ટ દખલ ન કરી શકે" - સુપ્રીમ કોર્ટ; કેરળ હાઈકોર્ટનો આદેશ રદ કરી સ્પષ્ટ કર્યું કે પોતાની મિલકત કોને આપવી તે વ્યક્તિનો અંગત અધિકાર છે9:20 PM IST
WHO ગ્લોબલ સમિટ: પીએમ મોદીએ દિલ્હીમાં દક્ષિણ-પૂર્વ એશિયાના નવા રિજનલ હેલ્થ સેન્ટરનં્ કર્યું લોકાર્પણ; 'યોગ'ને ગણાવ્યો વિશ્વમાં સામંજસ્યનો માર્ગ : "175થી વધુ દેશોએ યોગને સ્વીકારીને ભારતની શક્તિને સ્વીકારી છે" - વડાપ્રધાન મોદી; પીએમ યોગ એવોર્ડ્સથી મહાનુભાવોનું કરાયું બહુમાન, પરંપરાગત દવાઓ માટે વૈશ્વિક સહયોગ પર ભાર9:20 PM IST
પીએમ મોદીની નવી બાયોપિક 'મા વંદે'ના મુહૂર્ત: મલયાલમ સ્ટાર ઉન્ની મુકુંદન ભજવશે મુખ્ય ભૂમિકા; ભારતની પ્રથમ હાઈ-ટેક કેમેરા ટેકનોલોજીથી થશે શૂટિંગ : રવીના ટંડન હીરાબાના પાત્રમાં જોવા મળે તેવી શક્યતા; સત્તા અને શક્તિના સમીકરણોથી પર રહીને નરેન્દ્ર મોદીની માનસિક અને ભાવનાત્મક સફરને આલેખશે દિગ્દર્શક ક્રાંતિ કુમાર9:18 PM IST
'રિવેન્જ પોર્ન' સામે મહિલાનો ટેક-જંગ: પોતાની અંગત તસવીરો લીક થતા મેડેલીને બનાવી 'ઇમેજ એન્જલ'; હવે અદૃશ્ય વોટરમાર્કથી પકડાશે અસલી ગુનેગાર : "ફોટો મેં પાડેલા એટલે ભૂલ મારી નથી, જેણે લીક કર્યા તે ગુનેગાર છે" - પીડિત મહિલાનો મક્કમ અવાજ; હોલીવુડની ટેકનોલોજીનો ઉપયોગ કરી ફોટોગ્રાફ્સના દુરુપયોગને અટકાવતું નવું સુરક્ષા કવચ9:16 PM IST
રાજસ્થાનમાં ચૂંટણીનો જંગ: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના 'ડેડલાઈન' આદેશને રાખ્યો યથાવત; એપ્રિલ 2026 સુધીમાં યોજાશે પંચાયત-નગરપાલિકાની ચૂંટણી : ચૂંટણી પહેલા સીમાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાની સરકારની સત્તાને સુપ્રીમ કોર્ટનું સમર્થન; કોંગ્રેસ નેતા સંયમ લોધાની અરજી ફગાવી, વહીવટદારોના શાસન સામે ઉઠ્યા હતા સવાલો9:04 PM IST
પંજાબના 'કરોડપતિ' DIG ભુલ્લરની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: ભ્રષ્ટાચારના કેસમાં સુપ્રીમે કહ્યું - "હાલ હાઈકોર્ટનો મામલો છે, અમે દખલ નહીં કરીએ" : લાંચના કેસમાં જેલવાસ ભોગવતા DIG ના ઘરેથી મળી હતી ₹7 કરોડથી વધુની રોકડ અને 50 મિલકતોના દસ્તાવેજો; CBIના અધિકારક્ષેત્ર પર ઉઠાવેલા સવાલો પણ કોર્ટે ગ્રાહ્ય ન રાખ્યા9:03 PM IST
ભુવનેશ્વરનું રહસ્યમય અનંત વાસુદેવ મંદિર: જ્યાં માટીના વાસણોમાં રંધાય છે 'મહાપ્રસાદ'; જાણો મહાભારત સાથે જોડાયેલું ભગવાનનું અનોખું શસ્ત્ર-સ્વરૂપ : બીજા જગન્નાથ મંદિર તરીકે ઓળખાતું આ ધામ સદીઓ જૂની પરંપરાનું સાક્ષી; સુદર્શન ચક્રધારી વિષ્ણુની મૂર્તિ અને છાણાની અગ્નિ પર તૈયાર થતા 56 ભોગ પાછળની છે અદભૂત કથા8:57 PM IST
સરહદ પર સંગ્રામ: બાંગ્લાદેશના 'ભારત વિરોધી' ઝેર સામે ત્રિપુરામાં વિરોધ : "અમને ઉશ્કેરશો નહીં" ના નારા સાથે દેખાવો શરૂ : સેવન સિસ્ટર્સને અલગ કરવાની ધમકી આપનારા કટ્ટરપંથીઓને ભારતીય યુવાનોનો લલકાર: અગરતલામાં બાંગ્લાદેશી દૂતાવાસ ઘેરાયો : પ્રદ્યોત દેબબર્માએ બાંગ્લાદેશને 'મિની પાકિસ્તાન' ગણાવી આરપારની લડાઈના આપ્યા સંકેત7:41 PM IST
બાંગ્લાદેશને શશી થરૂરની ખરીખરી: "ભારત વિરોધી ઝેર તમારા માટે જ ઘાતક": વાજપેયીની એ ઐતિહાસિક શિખામણ કરી યાદ : પડોશી દેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ફાટી નીકળેલી હિંસા અને ભારત વિરોધી દેખાવો વચ્ચે કોંગ્રેસ સાંસદની આકરી ચેતવણી: "મિત્રો બદલી શકાય પણ પડોશી નહીં: ભૂગોળની અનિવાર્યતા સમજાવતા થરૂરે બાંગ્લાદેશીઓને અરીસો બતાવ્યો7:40 PM IST
અદાણી ગ્રુપ એરલાઇન્સ બિઝનેસમાં નહીં ઉતરે - એરપોર્ટ બિઝનેસ માટે IPO ને બદલે ડીમર્જર પર વધુ ભાર : જીત અદાણીએ ભવિષ્યની યોજનાઓ સ્પષ્ટ કરી : હાઈ માર્જિન અને એસેટના મહત્તમ ઉપયોગની રણનીતિ સામે એરલાઇન્સ સેક્ટર ગ્રુપના રોકાણ ધોરણોમાં બંધ બેસતું નથી : આગામી ૨ થી ૩ વર્ષમાં એરપોર્ટ વ્યવસાયને અલગ કરી શેરધારકો માટે વેલ્યુ અનલોક કરવાની તૈયારી : એન્કર રોકાણકારો લાવવા અંગે પણ વિચારણા7:32 PM IST
શેરબજારના 'ચઢાવ-ઉતાર' છતાં વચ્ચે રોકાણકારો હાર્યા નહી : 6 મહિનામાં ઠાલવ્યા ₹9.7 લાખ કરોડ : યુપી ફરી મેદાન મારી ગયું : વૈશ્વિક અસ્થિરતા અને FPI ના વેચાણ છતાં ભારતીય બજારમાં રોકાણનો રેકોર્ડબ્રેક પ્રવાહ: નવા રોકાણકારોમાં યુવા પેઢી અને મહિલાઓનો દબદબો : ઉત્તર પ્રદેશ સતત 32મા મહિને નવા રજિસ્ટ્રેશનમાં દેશમાં અવ્વલ7:30 PM IST
ઝેરી ગેસ ચેમ્બર બનેલી દિલ્હી માટે 'બેઇજિંગ મોડેલ' આશાનું કિરણ: ચીને કેવી રીતે મેળવી આભ ફાટી જાય તેવી ગંદી હવામાંથી મુક્તિ? : 755 AQI સાથે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર ગણાતું બેઇજિંગ આજે 'બ્લુ સ્કાય' હેઠળ શ્વાસ લઈ રહ્યું છે: કડક કાયદા, જૂના વાહનો પર પ્રતિબંધ અને ગ્રીન બેલ્ટના નિર્માણની ચીની જાદુઈ લાકડી શું ભારત માટે કારગત નીવડશે?7:30 PM IST
સિંધુ જળ સંધિ રદ થતા પાકિસ્તાન તરસ્યું: "લોકો ભૂખમરાથી મરી જશે" : નાયબ વડાપ્રધાન ઇશાક ડારે વ્યક્ત કરી ચિંતા : પહેલગામ હુમલાના જવાબમાં ભારતના 'ઓપરેશન સિંદૂર' અને પાણી રોકવાના નિર્ણયથી પાકિસ્તાની કૃષિ વ્યવસ્થા ધ્વસ્ત: ઈસ્લામાબાદે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની કાર્યવાહીને 'યુદ્ધનું કૃત્ય' ગણાવ્યું6:39 PM IST
ટ્રમ્પના ખાસ ગણાતા સુસી વિલ્સનો ધડાકો: કહ્યું - "રાષ્ટ્રપતિ વ્યસની જેવું વ્યક્તિત્વ ધરાવે છે"; બદલો લેવાની ભૂખ અને નીતિગત મતભેદો પર પણ કરી નિખાલસ વાત : ઇન્ટરવ્યુ બાદ અમેરિકી રાજકારણમાં ખળભળાટ; એલોન મસ્કને 'વિચિત્ર' અને જેડી વાન્સને 'કાવતરાખોર' ગણાવતા સુસી વિલ્સના નિવેદનથી ટ્રમ્પ વર્તુળ આઘાતમાં5:16 PM IST
ડાયાબિટીસનો રાક્ષસ ધુણી રહયો છેઃ ૯ સેકન્ડે ૧નું મોત : ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના ચોંકાવનારા અહેવાલ મુજબ આગામી ૨૫ વર્ષમાં ભારતમાં દર્દીઓની સંખ્યા ૭૫%નો વધારો થશેઃ વિશ્વની ૧૩% વસ્તી આ સાયલન્ટ કિલરની ચપેટમાં આવવાની ભીતિ : ચીનમાં ડાયાબિટીસના દર્દીઓની સૌથી વધુ સંખ્યાઃ ભારત બીજા, અમેરિકા ત્રીજા અને પાકિસ્તાન ચોથા ક્રમેઃ ૨૦૦૦ ની સરખામણીએ લગભગ પાંચ ગણો વધારે હશે, જે દેશની આરોગ્ય વ્યવસ્થા માટે એક મોટો પડકાર3:45 PM IST
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ૬૦ ટકા મતદાન : બપોર ત્રણ વાગે મતગણતરી શરૂ : મોડી સાંજે પરિણામ જાહેર થશે : પરિણામ પ્રત્યે ભારે ઉતેજના : રાજકોટ સહિત ગુજરાતના ર૭૮ સ્થળોએ કોર્ટ સંકુલોમાં મતદાન યોજાયુ : શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્નઃ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલે દરેક ઉમેદવારોને શુભેચ્છા પાઠવી : રાજકોટમાં આર.બી.એ. પેનલ અને સમરસ પેનલ વચ્ચે મરણીયો જંગ : ભાજપ જુથના જ વકીલોની પેનલો વચ્ચે રસાકસી સર્જાઇ : સમરસ પેનલ માટે ભાજપ લીગલ સેલની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી : સવારના ૯ વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ બપોરના ત્રણ સુધીમાં ૬૦ ટકા આસપાસ મતદાન નોંધાયું : બપોરે મતગણતરી ચાલુ કરાઇ : રાત્રીના ૧ર વાગ્યા આસપાસ પરિણામ જાહેર થશે : રાજકોટ બાર એસોની ચૂંટણીના પરિણામે ઉતેજના જગાવી 2:59 PM IST
પત્નીને ઘરે પાછી મોકલવા પતિ સાસુના પગે પડી ગયો : સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ : મહિલાએ તેની દીકરીને આ પુરુષ સાથે પાછી મોકલવાનો ઇનકાર કર્યો હતો. વીડિયોમાં, તે પુરુષ વારંવાર તેની સાસુને ખાતરી આપતો સાંભળી શકાય છે કે આવું વર્તન ફરીથી નહીં થાય અને તેની પત્નીને ઘરે પાછા ફરવાની પરવાનગી આપવાની વિનંતી કરી રહ્યો છે9:55 AM IST
બાંગ્લાદેશમાં સ્થિતિ ‘આઉટ ઓફ કંટ્રોલ': અખબારોની કચેરીઓ ઉપર હૂમલાઃ ૨૫ પત્રકાર મરતા-મરતા બચ્યા : ધ ડેઇલી સ્ટાર ઓફિસના ગ્રાઉન્ડ અને પહેલા માળે વ્યાપક તોડફોડ કરવામાં આવી, ત્યારબાદ તેઓએ રાત્રે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ તેને આગ લગાવી દીધી, આગ ઝડપથી ફેલાઈ ગઈ, થોડીવારમાં બે માળને લપેટમાં લઈ ગઈ10:47 AM IST
એક નોકરી છોડવા અને બીજી નોકરીમાં જોડાવા વચ્ચે રજાઓ આવે તો તેને સર્વિસમાં બ્રેક ગણવામાં નહીં આવે : નોકરિયાત લોકો માટે મોટી ખુશખબરઃ EPFOએ કર્યુ મોટું એલાન : સતત ૧૨ મહિના સુધી સર્વિસ ન આપનારા અને જેમનું એવરેજ PF બેલેન્સ ૫૦,૦૦૦ રૂપિયા કરતા ઓછું છે તેવા કર્મચારીઓના આશ્રિતોને પણ ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયાનો લાભ મળશે10:18 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે9:29 AM IST
ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં મચાવી ધૂમ: અત્યંત ઝડપી અને બુદ્ધિશાળી 'જેમિની ૩ ફ્લેશ' મોડલ લોન્ચ કર્યું : આ નવું મોડલ ગૂગલના અગાઉના ૨.૫ પ્રો મોડલ કરતા ૩ ગણું ઝડપી છે. તેની કાર્યક્ષમતા એટલી ઊંચી છે કે તે પીએચડી સ્તરના જટિલ પ્રશ્નો અને ગણતરીઓમાં પણ ૯૦.૪% જેટલી ચોકસાઈ દર્શાવે છે. 11:20 PM IST
બાંગ્લાદેશમાં ફરી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ: ‘ઈન્કિલાબ મંચ’ના નેતા શરીફ ઉસ્માનના મોત બાદ ઢાકા ભડકે બળ્યું : વર્તમાન પરિસ્થિતિ અત્યંત સ્ફોટક છે અને સુરક્ષા દળો દ્વારા ટોળાને કાબૂમાં લેવા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થી નેતાના મોતે ફરી એકવાર બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો: સિંગાપોરમાં સારવાર દરમિયાન વિદ્યાર્થી નેતાનું મોત થતા મધ્યરાત્રિએ ભીડ રસ્તા પર ઉતરી: પ્રચંડ આક્રોશ બાંગ્લાદેશના અગ્રણી અખબાર ‘પ્રથમ આલો’ની મુખ્ય ઓફિસમાં આગચંપી અને તોડફોડ રાજશાહીમાં અવામી લીગના કાર્યાલય પર ફરી હુમલો: ભારતીય દૂતાવાસ બહાર પણ તણાવપૂર્ણ સ્થિતિ12:42 AM IST
અમેરિકામાં 'નોરોવાઈરસ'ના નવા મ્યુટન્ટનો હાહાકાર: છેલ્લા એક દાયકાનો સૌથી ભયાનક રોગચાળો: શું છે લક્ષણો અને ઈલાજ? : વાઈરસનું બદલાયેલું સ્વરૂપ: આ વાઈરસમાં એક મોટું 'મ્યુટેશન' (બંધારણીય ફેરફાર) જોવા મળ્યું છે, જેના કારણે તે અગાઉ કરતાં અનેકગણો વધુ ચેપી અને ખતરનાક બન્યો: આ નવા સ્વરૂપના વાઈરસની અસર શરીર પર ૨૪ થી ૪૮ કલાકમાં દેખાવા લાગે છે. તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે: અચાનક અને સતત ઉલટી થવી ગંભીર ડાયેરિયા (ઝાડા) પેટમાં સખત દુખાવો અને મરોડ ઉપડવી હળવો તાવ અને માથાનો દુખાવો શરીરમાં કળતર અને સ્નાયુઓમાં દુખાવો સૌથી મોટું જોખમ: ડીહાઈડ્રેશન (શરીરમાં પાણી ઘટી જવું) ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ વાઈરસ ખતરનાક સાબિત થઈ શકે છે9:32 AM IST
અમેરિકામાં હૈયું હચમચાવતી કરૂણાંતિકા
માસૂમ દીકરીને તડકામાં તપતી કારમાં છોડી દેનાર પિતાએ જેલની સજા શરૂ થાય તે પહેલાં જ મોત વહાલું કર્યું; ગેરેજમાં ઝેરી ધુમાડાથી જીવન ટૂંકાવ્યું : એક નાનકડી બેદરકારીએ હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો: પહેલાં માસૂમ દીકરીનો જીવ ગયો અને હવે પિતાએ પણ જીવન ટૂંકાવી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે12:47 AM IST

ધરણા...

ચેમ્પિયન્સ......

જોડાણ.....

ઇલેક્ટ્રિક એક્સિબિશન.....
અકિલા સોશ્યિલ મીડિયામહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૨૧ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી અને યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાશે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને હિમાલયન સમર્પણ ધ્યાનના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિ : નાગરિકો, સંસ્થાઓ, વિચારકો અને નેતાઓને એક જ મંચ પર લાવીને હિમાલયન સમર્પણ ધ્યાનનો અદ્ભુત અનુભવ કરાવવાના લક્ષ્ય સાથે યોજાશે કાર્યક્રમ4:55 PM IST
‘૧૦૮ ઇમરજન્સી સેવા’: રાજ્યના નાગરિકો માટે સુરક્ષા કવચ : રાજ્યમાં નવેમ્બર – ૨૦૨૫ સુધીમાં ૧.૮૬ કરોડથી વધુ કોલ ૧૦૮માં નોંધાયા: ૬૦ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત તેમજ ૨૨.૫૫ લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઈમરજન્સી સેવા પૂરી પડાઈ : રાજ્યના ૭ જિલ્લાઓમાં વર્ષ-૨૦૨૫થી કાર્યરત ૧૧૨ ઇમરજન્સી સેવા અંતર્ગત ૦૪ લાખથી વધુ ઇમરજન્સી કોલ જેમાં પોલીસ, ફાયર, મેડીકલ અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા 2:57 PM IST
કેવી ટીમ સ્પીરીટ !! : બીજાંની હદ હોવા છતાં નરસિંહમાં કોમાર, ડીસીપી હરપાલસિંહ રાઠોડ સહિત ક્રાઇમ બ્રાન્ચ ગુન્હો ઉકેલી નિરાંતનો શ્વાસ લીધેલ : ગૃહમંત્રી સહિત આખા ગુજરાતને હચમચાવી નાખનાર ૧૬ વર્ષની નિર્દોષ સાથે ગેંગરેપની ઘટનાના આરોપીઓ ૪૮ કલાકમાં ઝડપનાર વડોદરા પોલીસને ઇનામથી વિભૂષિત કરતાં ગૃહમંત્રી : ટીમ સ્પ્રિટનું બીજું ઉદાહરણ, ખુદ હર્ષભાઈ સંઘવીએ રાજકોટમાં એ સમય આપતા જણાવેલ કે, સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે મને વડોદરા પોલીસ આપને ગણતરીના કલાકોમા આરોપીઓ પકડીને જાણ કરશે તેવી દૃઢતાથી ખાતરી આપ્યાનું જણાવેલ : રાજકોટ સાથે કનેક્શન ધરાવતા હરપાલસિંહ રાઠોડ પ્રશસ્તિ પત્રથી નવાજવા સાથે પીઆઇ આર જી.જાડેજાને ૭૫૦૦૦ અને પી. એમ. ધાકડાને ૫૦ હજાર ઇનામ સહિત ૧૭ને ઇનામ જાહેર6:16 PM IST
શ્રી ઘેલા સોમનાથથી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ-પાટણની કુંવરજીભાઈ બાવળીયાની જન કલ્યાણ શિવવંદના પદયાત્રા : કાલે તા.૨૦ થી ૨૬ ડીસેમ્બર સુધી યોજાનાર બહુ-ઉદેશી જન કલ્યાણ પદયાત્રા ૨૨૯ કી. મી.નું અંતર કાપી તા.૨૬ ના રાત્રિના સોમનાથ પહોંચશેઃ રસ્તામાં ઠેર ઠેર ‘જન કલ્યાણ શિવવંદના પદયાત્રા'નું થશે સ્વાગતઃ તા.૨૭ નાં વહેલી સવારે શ્રી સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરી યાત્રાનું સમાપનઃ યાત્રાનાં માર્ગમાં રાત્રી દરમિયાન લોક સંવાદ-સાંસ્કળતિક કાર્યક્રમો-દેશભકિતનાં ગીતો-લોકડાયરાઓનું આયોજન11:33 AM IST
વડોદરાના વાઘોડિયા GIDCમાં મંગલમ સ્ટીલ કાસ્ટિંગ કંપનીમાં કામ દરમિયાન કામદારનું મોત થતાં ભારે વિરોધ : કામ દરમિયાન ક્રેનનો એક ભાગ અચાનક પડી જતાં કામદારનો પગ કપાઈ ગયો:ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું: મૃતક કામદારના પરિવારજનો સાથે ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે ધરણાં પ્રદર્શન9:33 PM IST
ગુજરાતમાં મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SIR)ની પૂર્ણાહુતિ : આવતીકાલે રાજ્યભરમાં ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થશે : ૧૮૨ વિધાનસભા બેઠકો પર વેરિફિકેશનનું કામ ૧૦૦ ટકા પૂર્ણ : યાદીમાંથી ૧૮ લાખ મૃતકો અને ૪૦ લાખ સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરાશે : ૧૯ ડિસેમ્બરથી ૧૮ જાન્યુઆરી સુધી વાંધા-સૂચનો રજૂ કરી શકાશે7:39 PM IST
રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : ગુજરાત વહીવટી સેવા (GAS) ના ૮ વરિષ્ઠ અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર વધારાનો હવાલો સોંપાયો : પોરબંદર, પાટણ, ભરૂચ, જામનગર અને ડાંગ-આહવા સહિતના જિલ્લાઓમાં નિવાસી અધિક કલેક્ટર (RAC) ની ખાલી જગ્યાઓ ભરાઈ : ગાંધીનગર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ અને DRDA માં પણ નવા અધિકારીઓની નિમણૂક અંગે રાજ્યપાલના આદેશથી જાહેરનામું પ્રસિદ્ધ7:26 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વની છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : કન્સ્ટ્રક્શનમાં 'મેડ ઇન ઇન્ડિયા'નો સૂર અને ઇમારતોમાં ભારતની વિરાસત તેમજ સંસ્કારો ઝળકાવીએ:ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સ અને સમયબદ્ધ પરમિશન જેવી વ્યવસ્થાઓને કારણે મોટા ડેવલપર્સ માટે રોકાણ કેન્દ્ર બન્યું: નવી દિલ્હીમાં ક્રેડાઈની નેશનલ કોન્કલેવમાં મુખ્યમંત્રીનું પ્રેરક સંબોધન6:56 PM IST
"અટલ નેતૃત્વ, અવિરત વિકાસ"ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા સુનિશ્વિત થઇ : જમીન નોંધણીથી લઈને બિનખેતીની મંજૂરી સુધીની પ્રક્રિયાઓ સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાથી ગુજરાત સુશાસનનું રોલ મોડેલ બન્યું : iORA પોર્ટલ પર છેલ્લા ત્રણ વર્ષમાં 17.9 લાખથી વધુ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી, ફીડબેક સેન્ટર દ્વારા 40 હજારથી વધુ કૉલ દ્વારા પ્રતિસાદ મેળવવામાં આવ્યો : ગતિશક્તિ પોર્ટલ સાથે એકીકરણ દ્વારા જમીન સંપાદન અને ખેડૂતોને વળતરની પ્રક્રિયા ઝડપી બની2:56 PM IST
૨૦૨૭ની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ડ્રગ્સ, દારૂનો મુદો ઉછાળે તેના મુકાબલા કરવા માટેની રણનીતિ ગાંધીનગરમાં ઘડાઈ રહી છે? : લોકો નહિ, રીઢા અપરાધીઓ પોલીસથી ડરવા જ જોઈએ, ચાલ બદલવી જોઈએ એવો મીની યોગી સ્વરૂપમાં સંદેશો પાઠવી હર્ષભાઈ પોતે હવે પછીના પોસ્ટિંગમાં મારા નહિ સારા અધિકારીઓને તક અપાશે તેવો સંદેશ આપી રહ્યાનું સૂત્રો જણાવે છે : પોલીસ પર હુમલા સમયે સ્વ બચાવમાં સીધી ગોળીઓ પગમા ધરબી દેવાની નીતિઓ જેવું ખરા અર્થમાં પોલિસિંગ કરવા ઈચ્છે છે તેનું મનોબળ વધવા સાથે લોકોમાં પણ પોલીસની છબી જે લાંબા સમયથી ધૂંધળી હતી તેમાં પણ સુધારો થયો હોવાનું સરકાર માને છે : સાવધાનઃ રાજ્ય સરકારના વિશ્વાસુ એવા ઉતર સૌરાષ્ટ્રના વડા અશોક કુમાર યાદવે સુરેન્દ્રનગરમાં જે આકરા પગલા લીધાં તે આગમના એંધાણ સમા છે, સિલસિલો દૂર દૂર સુધી જવાનો છે2:51 PM IST
વોલીબોલ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન2:12 PM IST
રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં પાંચ રાઉન્ડ પુરા :1000 મતોની ગણતરીમાં આર.બી.એ.પેનલના પ્રમુખના ઉમેદવાર સુમિત વોરા 543 મત સાથે આગળ :સમરસ પેનલના સુરેશ ફળદુને 368 મત મળ્યા : ઉપપ્રમુખના હોદા પર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા આગળ 490 મત : આરબીએ પેનલના બિમલ જાણીને 490 મત : સેકટરીની જગ્યામાં સમરસ પેનલના મેહુલ મહેતાને 419. આરબીએ પેનલના નિલેશ પટેલને 411 મત : બંને વચ્ચે રસાકસી9:30 PM IST
કયાડા-કિયાડા પરિવારનું રવિવારે સ્નેહમિલન2:39 PM IST
લોયાધામમાં રવિવારથી મુકિતમાણી મહોત્સવ અને સદ્ગુરૂ શતાબ્દી મહોત્સવ : સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં આવેલ લોયાધામે ૧૧ દિવસીય દિવ્ય મહોત્સવઃ ભવ્ય દિવ્ય આયોજન : બેન્ડની સુરાવલી સાથે હાથીની અંબાડીએ પોથીજી, અશ્વરથમાં સવાર સંતો-મહંતો સાથે શોભાયાત્રા નિકળશેઃ સાંસ્કૃતિક પ્રદર્શન, ૧૦૮ કુંડી યજ્ઞ, રાસોત્સવ, હસાયરો, મહિલા મંચ, બાલમંચ, વૃક્ષારોપણ, રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમો3:25 PM IST
રાજકોટ ડી.ડી.ઓ.અચાનક પડધરી પંચાયતની મુલાકાતે3:28 PM IST
રાજકોટની નવયુગ સ્કૂલનો પ્રવાસ માતમમાં ફેરવાયો : સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ૧૩ વર્ષીય વિદ્યાર્થીનું મોત : સોમનાથ દર્શન કરી પરત ફરતી વખતે તાલાલા રોડ પર આવેલા રિસોર્ટમાં કરુણ દુર્ઘટના : બે બહેનોના એકના એક ભાઈ હાર્દિક બારૈયાના મોતથી મજૂર પિતા પર આભ તૂટ્યું : પરિવારજનોએ શિક્ષકોની બેદરકારી સામે હોસ્પિટલ પહોંચી આક્રોશ ઠાલવ્યો8:39 AM IST
રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં આર.બી.એ.પેનલના પ્રમુખના ઉમેદવાર સુમિત વોરા 998 મત સાથે આગળ :સમરસ પેનલના સુરેશ ફળદુને 647 મત મળ્યા : ઉપપ્રમુખના હોદા પર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા 899 મત સાથે આગળ :આરબીએ પેનલના બિમલ જાનીને 801 મત :સેકટરીની જગ્યામાં સમરસ પેનલના મેહુલ મહેતાને 710. આરબીએ પેનલના નિલેશ પટેલને 786 : બંને વચ્ચે રસાકસી11:30 PM IST
છાપા-પસ્તીના બોક્સ અંદર છુપાવેલો ૧૮.૭૨ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે બે પકડાયા : જુઓ વિડીયો : મૈસુર ભગત ચોકમાં ક્રાઇમ બ્રાંચે બૂટલેગરોના નવીનત્તમ કારસાનો પર્દાફાશ કર્યો : નડીયાદના ધર્મેન્દ્ર અને મોહનને ચોટીલા નજીક વિશાલ રજપૂતે આઇશર આપ્યું હતું: રાજકોટના બુટલેગર કેતન રાઠોડે માલ મંગાવ્યો હતોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવ અને પીએસઆઇ ડોડીયાની ટીમની કાર્યવાહી : અમિતભાઇ અગ્રાવત, દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવેની બાતમી3:57 PM IST
ઓશોનું નવું તરોતાજા મેગેઝીન ઓશો વર્લ્ડ, જમ્બો વોલ કેલેન્ડર, ડાયરી ટેબલ કેલેન્ડર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તથા ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે ઉપલબ્ધ : ઓશો જન્મદિન વિશેષાંક, ઓશોનું ૧૨ પેઇઝનું વિવિધ ફોટોગ્રાફસ સાથે લેમીનેટેડ કલર ૧૫×૨૦નું જમ્બો વોલ કેલેન્ડર, પુના ઓશો આશ્રમની ડાયરી વીથ ૧૪ પેઇઝનું ટેબલ કેલેન્ડર, તારીખ વગરની ડાયરીમાં હિન્દી તથા અંગ્રજીમાં સૂફિ તથા બોધ કથાઓ, ગોલ્ડન કોટેશન હાર્ડ બોર્ડમાં: સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા છેલ્લા ૫૦ વર્ષોથી મેગેઝીનો, ડાયરી, કેલેન્ડરની વહેતી જ્ઞાનગંગાની જ્યોતને પ્રજ્જવલીત રાખેલ છે2:06 PM IST
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી ની વોટ ચોરી લડતના મુદ્દે જીત "અગાઉ કચ્છ જીલ્લા કોંગ્રેસે જે એક લાખ થી વધુ મતદારો કચ્છમા બોગસ છે તે વાત ખુદ કચ્છ જીલ્લા ના ચુંટણી પંચે સાબિત કરી : જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ વી.કે.હુંબલનો દાવો સાચો સાબિત થયો: અધધધધધધ.. ૨.૧૪ લાખ બોગસ મતદારો નવી મતદાર યાદી માંથી બાકાત : હજુ પણ કામગીરી ની સમય મર્યાદા લંબાવી ને હજુ પણ મતદાર યાદી માં બોગસ મતદારો નો સમાવેશ થયેલ હોઈ તો તેને દુર કરીને નિસ્પક્ષ અને સ્વસ્થ ચુંટણી યોજે તેવી લાગણી : જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ વી.કે.હુંબલ4:27 PM IST
૧૨,૪૧,૦૯૭ મતદારો પૈકી હાલમાં પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં કુલ ૧૦,૬૩,૬૨૦ મતદારોનો સમાવેશ કરાયો : જૂઓ વિડીયો : ૧,૭૭,૪૭૭ મતદારોને ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રખાયા જેમાં અવસાન પામેલા ૪૩,૧૧૨, સ્થળાંતરિત ૮૯,૦૨૯, ગેરહાજર કે મળી ન આવતા ૩૫,૪૫૦ મતદારોનો સમાવેશ:જેઓના નામ મતદાર યાદીમાં નથી તેવા મતદારો તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં હક્ક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકશે: જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬’ ની વિગતો જાહેર કરવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ10:53 PM IST
પોરબંદરમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)નો ભવ્ય પ્રારંભ: બ્લૂ ઇકોનોમી અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મુકાયો : બ્લ્યુ ઇકોનોમી અને પ્રવાસનથી પોરબંદર વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે: કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : વિવિધ ક્ષેત્રે કરોડોના MOU સાઈન, સ્થાનિકોને મળશે રોજગારીની નવી તક : વિકસિત ગુજરાત @૨૦૪૭: પોરબંદરના દરિયાકાંઠે 'બ્લૂ બાયો-ઇકોનોમી'ના વિકાસનો નવો રોડમેપ : VGRC પોરબંદર: વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ લાભાર્થીઓને ચેક અને સાધન-સહાયનું વિતરણ : પોરબંદરના વિકાસને લાગશે પાંખો: ત્રણ દિવસીય રીજનલ કોન્ફરન્સ અને પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ6:53 PM IST
ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટની માળખાગત સુવિધાઓ ખાડે: ખખડધજ રોડ, લાઇટ, પાણી, ગંદકી, રખડતાં ઢોર, ભારે વાહનોની સમસ્યાઓથી લોકો ત્રસ્ત : તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇની દૂરંદેશીથી ભૂકંપ અસરગ્રસ્તો માટે બનાવાયેલ સુંદર વસાહત આજે સમસ્યાના ભરડામાં, સુધરાઈ અને ધારાસભ્ય સરકાર દ્વારા ફાળવાયેલ લોક સુવિધાની રકમ ખર્ચી સમસ્યાઓથી મુક્તિ અપાવે3:39 PM IST
સંતાનમાં માત્ર દીકરીઓ ધરાવતા વાલીઓનું “પાંજી ધી પાંજી શાન” કાર્યક્રમ હેઠળ સન્માન કરાશે : કચ્છી શબ્દાવલીનું ગુજરાતી ભાષાંતર “આપણી દીકરી આપણું ગૌરવ” કાર્યક્રમ : “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કચ્છમાં વિવિધ નવતર કાર્યક્રમો જેવા કે બાલિકા પંચાયત, મિશન ખાખી, દીકરી ગામ, એક શામ બેટીઓ કે નામ, પ્રાઈડ વોક વિથ ડોટર જેવા કાર્યક્રમો યોજાશે1:27 PM IST
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ મગફળીના વાહનોની કતારો11:40 AM IST
મોરબીમાં ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ કોન્ફરન્સ રૂ.૨૪૭૦ કરોડનાં નવા મૂડી રોકાણ : મોરબીનાં વિકાસની રફતાર વધુ તેજ બનશેઃ ૫૦ એમ.ઓ. યુ. પૈકી સ્થળ પર પ્રતીક રૂપે પાંચ ઉદ્યોગ સાહસિકોએ એમ.ઓ.યું કર્યાં : વાઇબ્રન્ટ ગુજરાત સમિટનાં આયોજનથી વિશ્વના ઉદ્યોગ સાહસિકો ગુજરાત તરફ આકર્ષાય : મોરબીનાં ઉદ્યોગકારો સાહસિક, શ્રમિકો મહેનતુ અને સરકારની ઔદ્યોગિક નીતિના પરિણામે મોરબીનો વિકાસ થયો'' રોકાણ ફક્ત કાગળ પર જ નહીં પણ જમીન પર ઉતરે છે, તેથી જ ગુજરાતની ધરતી ઉદ્યોગ અને રોજગારી આપવામા અગ્રેસર : પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાઃ ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિ 11:58 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST









































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































































































