<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

કાલે સાણંદ આવતા પીએમ માટે અભૂતપૂર્વ સુરક્ષાચક્ર

CID ના એડી ડીજીપી અજય ચોૈધરી મુખ્‍ય સુકાની, રેન્‍જ વડા વિધિ ચૌધરીના માર્ગદર્શનમાં એસપી ગૌરવ જસાણી સહિત અડધો ડઝન એસપીના નેતૃત્‍વમા લોખંડી બંદોબસ્‍ત : રોડ શો અંતર્ગત વડા પ્રધાન કાર્યાલય સતત કોન્‍ટેક્‍ટમાં: મૂળ ગુજરાત કેડરના સ્‍પેશ્‍યલ પ્રોટેક્‍શન ગ્રુપના સિનિયર IPS રાજીવ રંજન ભગત સહિત ટોચના અધિકારીઓનું દિલ્‍હીથી આગમનઃ સર્વત્ર પોલીસના વજનદાર બુટના અવાજો, સાયરન ગુંજી રહ્યા છે : ૨૨૫૧૬ કરોડના ખર્ચે ઝીરો ડસ્‍ટ સાથેના અતિ સંવેદનશીલ અને આધુનિક સેમી કન્‍ડક્‍ટર પ્‍લાન્‍ટનું ઉદઘાટન

રાજકોટ તા.૨૭: રૂપિયા ૨૨૫૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ગુજરાતના સાંણદના ખૂબ આદુનિક અને જીરો પર્સન્‍ટ ડસ્‍ટ વાળા સેમી કન્‍ડક્‍ટર પ્‍લાન્‍ટનું ઉદ્ધાટન કરવા વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી આવી રહ્યા હોવાથી રાજ્‍યના એડિશ્‍નલ ડીજીપી લેવલના સીઆઈડી વડા અજય ચૌધરી અને રેન્‍જ વડા વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ એસપી ગૌરવ જસાણી સહિતના એસપીઓના નેતળત્‍વમાં અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર રચવામાં આવ્‍યું છે.

વિવિધ કંપનીઓ સાથે સંકળાયેલા CEO પણ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા સાથે વડા પ્રધાનનો રોડ શો પણ યોજનાર હોવાથી વડા પ્રધાન કાર્યાલય સતત ગુજરાતના તંત્ર સાથે સંકલન સાધી રહ્યું છે. વિશાળ પોલીસ કાફલા સાથે બોમ્‍બ સ્‍કોડ અને ડોગ સ્‍કોડ દ્વારા તસુએ તસુ જમીનની ચકાસણી ચાલી રહી છે.                      

દિલ્‍હીથી એસપીજીના મૂળ ગુજરાત કેડરના સિનિયર ips જે વડા પ્રધાન સહિતના મહાનુભાવોની સુરક્ષા માટે રચાયેલ સ્‍પેશિયલ પ્રોટેક્‍શન ગ્રુપના રાજીવ રંજન ભગતના નેતળત્‍વમાં આવી બંદોબસ્‍ત સ્‍કીમની ચકાસણી કરી,સ્‍થળ નિરીક્ષણ સહિતની બાબતોની તલસ્‍પર્શી ચકાસણી ચાલી રહી છે.

અત્રે એ યાદ રહે કે પ્રવર્તમાન સમયમાં જયારે રોડ શો યોજાઈ રહ્યો છે ત્‍યારે વડા પ્રધાન નજીક કોઈ ફરકે નહિ, અને કોઈ અવ્‍યવસ્‍થા ન સર્જાય તેની કાળજી પણ રાખવામાં આવી રહી છે, વડા પ્રધાનના આગમનને કારણે ચો તરફ પોલીસના વજનદાર બુટના અવાજો , પોલીસના સાયરન ગુંજી રહ્યા છે , સેન્‍ટ્રલ ib અને સ્‍ટેટ આઈબી વિગેરે દ્વારા સ્‍થાનિક આરોપીઓ, જેલ મુકત અપરાધીઓ વિગેરેની વિગતો પણ એસપી ગૌરવ જસાણી ટીમ દ્વારા તૈયાર કરી આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. 

(3:42 PM IST)