News of Friday, 27th February 2026
મહાનગરપાલિકાઓમાં‘નમો ગૌરવ પાર્ક' વિકસાવાશે
ગુજરાતના શહેરીજનોને મનોરંજક પ્રવૃતિઓ માટે વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્પેસ પ્રદાન કરવા : ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭માં નમો ગૌરવ પાર્ક માટે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ રૂા. ૨૦ કરોડની રકમની ફાળવણી : રૂા.૧૦૦ કરોડના કુલ પ્રસ્તાવિત ખર્ચે બાળકોથી લઇને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ વયજૂથના લોકોને આધુનિક અને આકર્ષક મનોરંજન સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે : પાર્કમાં આયોજિત સાંસ્કળતિક પ્રવળત્તિઓ, સામાજિક મેળાવડાઓ અને સંગઠિત કાર્યક્રમો થકી શહેરી સમુદાયો વચ્ચેનું જોડાણ મજબૂત થશે : છોડવાં અને વળક્ષોના વાવેતર, થીમેટિક ગ્રીન લેન્ડસ્કેપ્સ અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ થકી અર્બન ઇકોલોજીમાં વધારો થશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, ૨૭ : ગુજરાતના શહેરી વિસ્તારોમાં વિવિધ વયજૂથના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સ્થળોની માંગ હવે વધી રહી છે. એવા વાયબ્રન્ટ કોમ્યુનિટી સ્થળો જે મનોરંજનની સાથે સાથે સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને પણ પ્રોત્સાહન આપે છે. ઝડપી શહેરીકરણને કારણે શહેરી વિસ્તારમાં વસતા લોકો માટે મનોરંજક પ્રવળત્તિઓ અને સાંસ્કળતિક કાર્યક્રમો આયોજિત કરવા માટે ખુલ્લી જગ્યાઓ ઓછી થઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતળત્વમાં ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓમાં થીમ-આધારિત ‘નમો ગૌરવ પાર્ક' વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આવા થીમ આધારિત પાર્ક વિકસિત કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭માં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ ઈં ૨૦ કરોડની રકમની ફાળવણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, થીમ આધારિત પાર્ક બહુવિધ પ્રકારની મનોરંજન પ્રવળત્તિઓ માટે સુવિધાઓ પ્રદાન કરે છે, જેમાં રમત-ગમત, ફિટનેસ પ્રવળત્તિઓ, સાંસ્કળતિક પ્રવળત્તિઓ, ઇકોલોજી, ટેક્રોલોજી આધારિત સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. આવા પાર્ક ફક્ત શહેરી વિસ્તારોમાં રહેવા માટેના માહોલને વધુ બહેતર જ નથી બનાવતા, પરંતુ ગ્રીન કવરમાં વધારો કરીને, બાયોડાયવર્સિટીને પ્રોત્સાહન આપીને અને માઇક્રોક્લાઇમેટિક પરિસ્થિતિઓમાં સુધાર કરીને ક્લાઇમેટ એટલે કે આબોહવા જાળવણીને પણ સહયોગ કરે છે.
નમો ગૌરવ પાર્કમાં સમાવિષ્ટ
વિવિધ કોમ્પોનેન્ટ્સ
નમો ગૌરવ પાર્કમાં વિવિધ પ્રકારના કોમ્પોનેન્ટ્સ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, જેમાં ચિલ્ડ્રન પ્લે ઝોન્સ, થીમ-બેઝ્ડ લેન્ડસ્કેપિંગ એન્ડ ગ્રીન ઝોન, ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ એરિયા, , રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી સ્પેસ, વોટરબોડી અને ઇકો ફ્રેન્ડલી ફીચર્સ, પબ્લિક એમેનિટીસ અને યુનિવર્સલ એક્સેસેબિલિટી તેમજ સ્માર્ટ પાર્ક ફીચર્સનો સમાવેશ થાય છે.
ચિલ્ડ્રન પ્લે એરિયામાં બાળકો માટે રમત-ગમતના સાધનો હશે, તો થીમ-બેઝ્ડ લેન્ડસ્કેપિંગ એન્ડ ગ્રીન ઝોનમાં સ્થાનિક વળક્ષોનું વાવેતર અને ફૂલોની કયારીઓ, થીમ આધારિત શિલ્પો અને કલાકળતિઓનું સ્થાપન તેમજ બટરફ્લાય ગાર્ડન, હર્બલ ગાર્ડન વગેરે હશે, ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ એરિયામાં ઓપન જીમ, જોગિંગ અને વોકિંગ ટ્રેક્સ તેમજ બેડમિંટન, વોલીબોલ જેવી રમતો માટેનો એરિયા હશે, રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી સ્પેસમાં ઓપન એર એમ્ફિથિયેટર અથવા પર્ફોર્મન્સ માટેના સ્ટેજ, યોગ અને મેડિટેશન માટે લોન બનાવવામાં આવશે, વોટરબોડી અને ઇકો ફ્રેન્ડલી ફીચર્સમાં નાનકડા તળાવ, ફુવારાઓ, હરિત વિસ્તારો માટે ટપક સિંચાઈ, વરસાદી પાણીના સંગ્રહ માટેની સિસ્ટમ વગેરે વિકસિત કરવામાં આવશે, પબ્લિક એમેનિટીસ અને યુનિવર્સલ એક્સેસેબિલિટીમાં પીવાના પાણીની સુવિધા, સ્વચ્છ જાહેર શૌચાલયો, બેસવા માટે બેન્ચીસ અને ગઝેબો તેમજ દીવ્યાંગો માટે સુવિધાજનક રસ્તાઓનો બનાવાવમાં આવશે, જ્યારે સ્માર્ટ પાર્ક ફીચર્સમાં ગાર્ડનને સૌર ઊર્જાથી સંચાલિત કરવા, વાઇ-ફાઇની સુવિધા, સેન્સર આધારિત લાઇટિંગ સિસ્ટમ, ડિજિટલ ઇન્ફોર્મેશન સાઇનેજિસ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
