<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ગુજરાત શિક્ષણબોર્ડની પરીક્ષાનો બીજો દિવસ :ધો.૧૦માં વિજ્ઞાન-ધો.૧૨માં રસાયણ વિજ્ઞાન અને વાણીજય વ્‍યવસ્‍થાનું પ્રશ્નપત્ર

હોળી તહેવાર અને અન્‍ય રજાને કારણ કાલથી ૫ દિવસનું મીનીવેકેશન

રાજકોટ, તા.૨૮: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક  ચાલી રહી છે. આજે પરીક્ષાનો બીજો દિવસ છે. આજે ધો-૧૦માં વિજ્ઞાન અને ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનો અને ધો-૧૨ સામાન્‍ય પ્રવાહમાં વાણીજય વ્‍યવસ્‍થાનું પ્રશ્નપત્ર છે.

ધો.૧૦-૧૨ની પરીક્ષામાં મહત્‍વના વિષયની પરીક્ષામાં ન્‍યાયીક માહોલમાં યોજાઇ તે માટે નિરિક્ષણ હાથ ધર્યુછે.

આજે મહત્‍વના વિષયની પરીક્ષા બાદ હોળી પર્વ રજાને કારણે પાંચ દિવસનું મીની વેકેશન મળશે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષામાં રાજકોટના ૮૦ હજાર મળી કુલ ૧૫લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધો. ૧૦માં ૯,૦૭,૧૭૫ ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૫,૦૧,૨૮૬ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૯,૨૬૩ વિદ્યાર્થીઓ ઉત્‍સાહભેર પરીક્ષા આપી રહ્યા છે. 

(11:01 AM IST)