<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ધો.૧૦માં વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સહેલુ નીકળ્‍યું: પરીક્ષાર્થીઓ ખુશખુશાલ

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો બીજો દિવસઃ હોળી પર્વ અને અન્‍ય રજાને કારણે પાંચ દિવસનું મીની વેકેશન

રાજકોટ, તા.૨૮: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક  ચાલી રહી છે. આજે પરીક્ષાનો બીજો દિવસ છે. આજે ધો-૧૦માં વિજ્ઞાન અને ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનો અને ધો-૧૨ સામાન્‍ય પ્રવાહમાં વાણીજય વ્‍યવસ્‍થાનું પ્રશ્નપત્ર છે.

ધો. ૧૦માં આજે વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર  હતું. આજે પરીક્ષા ખંડમાં વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર હાથમાં આવતા જ પરીક્ષાર્થીઓ ખુશ થયા હતા ચારેય વિભાગો શિક્ષણ બોર્ડની બ્‍લુ પ્રિન્‍ટ આધારીત પાઠય પુસ્‍તક પ્રમાણે જ હતા. મોટાભાગના પરીક્ષાર્થીઓ આત્‍મ વિશ્વાસપૂર્વક ઉતરો આલેખતા હતા. વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર ખુબ સરળ અને સહેલુ નીકળતા જ પરીક્ષાર્થીઓ હસતા મોઢે પરીક્ષા કેન્‍દ્ર બહાર નીકળતા નજરે પડતા હતા.

ધો.૧૦નું ગુજરાતી બાદ વિજ્ઞાન વિષયનું પશ્નપત્ર સહેલુ નીકળતા પરીક્ષાર્થીઓનો વિશ્વાસમાં ઉત્‍સાહનોં વધારો થયો છે.

 

ધો.૧૦-૧૨ની પરીક્ષામાં મહત્‍વના વિષયની પરીક્ષામાં ન્‍યાયીક માહોલમાં યોજાઇ તે માટે નિરિક્ષણ હાથ ધર્યુછે.

આજે મહત્‍વના વિષયની પરીક્ષા બાદ હોળી પર્વ રજાને કારણે પાંચ દિવસનું મીની વેકેશન મળશે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષામાં રાજકોટના ૮૦ હજાર મળી કુલ ૧૫લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધો. ૧૦માં ૯,૦૭,૧૭૫ ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૫,૦૧,૨૮૬ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૯,૨૬૩ વિદ્યાર્થીઓ ઉત્‍સાહભેર પરીક્ષા આપી રહ્યા છે. 

(2:37 PM IST)