હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજય સરકાર ખેડૂતોને સસ્તી અને સારી વિજળી આપવા, કટિબધ્ધઃ ઋષિકેશ પટેલ
એક કૃષિ વીજ જોડાણ આપવામાં સરેરાશ ૧.૭૩ લાખનો ખર્ચ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ તા.ર૮, વિધાનસભા ગૃહમાં સામાન્ય કૃષિ વીજ જોડાણ અંગે પૂછાયેલા પ્રશ્ના જવાબમાં ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સસ્તી અને ગુણવત્તાયુકત વીજળી આપવા મકકમ છે. છેલ્લા બે વર્ષમાં માત્ર ભાવનગર જિલ્લમાં જ વિવિધ યોજનાઓ હેઠળ રૂ.૬.૬૮૫ લાખના ખર્ચે ૪.પપપ કૃષિ વિજ જોડાણો આપવામાં આવ્યા છે.
શ્રી ઋષિકેશ પટેલએ કહ્યું હતું કે એક નવું કૃષિ વીજ જોડાણ આપવા માટે થાંભલા, લાઇન અને ટ્રાન્સફર HVDS સિસ્ટમ વગેરે મળીને સરેરાશ રૂ. ૧.૭૩ લાખનો ખર્ચ થાય છે. જેની સામે ખેડૂતોએ માત્રલોડ પ્રમાણે નજીવો ચાર્જ આપવાનો હોય છે અને બાકીની રકમ રાજય સરકાર સબસિડી પેટે સીધી વીજ કંપનીને ચૂકવે છે. રાજય સરકારની ઉદાર નીતિના ભાગરૂપે, અનુસૂચિત જાતિ વર્ગના અને આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ફિકસ ચાર્જ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે. તેમજ માત્ર રજીસ્ટ્રેશન, ડિપોઝીટ અને ટેસ્ટ રિપોર્ટ જેવા સામાન્ય ચાર્જ જ ચૂકવવાના રહે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
