<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

વડતાલધામમાં મંગળવારે દિવ્‍ય- ભવ્‍ય રંગોત્‍સવ

નડીયાદ તા.૨૮: વડતાલધામ - શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમા તા. ૩માર્ચ મંગળવારે ફાગણી પૂનમે દિવ્‍ય રંગોત્‍સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાશે. જેમાં ૫૦ હજાર ભકતો લાભ લેશે.

વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્‍વામીએ જણાવ્‍યું હતું કે શ્રી સ્‍વામિનારાયણ ભગવાને જુદા-જુદા ૩૧ સ્‍થળોએ રંગોત્‍સવ ઉજવ્‍યો હતો. જેમાં વડતાલનો રંગોત્‍સવ સંપ્રદાયમાં શિરમોર બની ગયો છે. સાથે-સાથે એક પરંપરા પણ બની છે. જે અનુસાર વડતાલ તાબાના નાના-મોટા મંદિરોમાં આજે તે ધામધૂમથી ઉજવાય છે. ભગવાન શ્રી સ્‍વામિનારાયણને રંગોત્‍સવ ખૂબ પ્રિય હતો. વડતાલ જ્ઞાનબાગમાં નંદસંતો સાથે ભગવાન શ્રી હરિ મનભરીને રંગે રમ્‍યા હતા.શ્રી હરિએ વડતાલ જ્ઞાનબાગમાં સવંત ૧૮૭૨ માં રંગોત્‍સવ ઉજવ્‍યો હતો. આ વખતે સ.ગુ.શ્રી નિષ્‍કુળાનંદસ્‍વામીએ તૈયાર કરેલ  ૧૨ બારણા નો હિંડોળામાં શ્રી હરિએ બારસ્‍વરૂપે દર્શન આપી પોતાનું પરમેશ્વરપણુ જણાવ્‍યું હતું. જેને આજે ૨૧૦ વર્ષ થયા છે. એટલે વડતાલ મંદિર દ્વારા ૩જી માર્ચ ફાગણી પૂનમે ૨૧૦ મો ફૂલડોલ ઉત્‍સવ ઉજવાશે.

આ એક દિવસીય સમૈયાના આયોજક ચેરમેન ડો.સંતસ્‍વામી, મુખ્‍ય કોઠારી શ્રી દેવપ્રકાશસ્‍વામી છે.જયારે ઉત્‍સવ વ્‍યવસ્‍થા શ્‍યામવલ્લભસ્‍વામી સંભાળી રહ્યા છે.

(2:50 PM IST)