<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

વિધાનસભામાં પ્રાકૃતિક ખેતીનું મહત્‍વ સમજાવતા રાજયપાલઃ કૃષિ ઉત્‍પાદન પ્રદર્શનનું ઉદધાટન

ગાંધીનગર વિધાનસભા સંકુલ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની કૃષિ ઉત્‍પાદન કેન્‍દ્રની મુલાકાત પ્રસંગે ભુપેન્‍દ્ર પટેલ, શંકર ચૌધરી, પૂર્ણેશ મોદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

(અશ્વિન વ્‍યાસ દ્વારા)ગાંધીનગરઃ તા.ર૭,  ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાનસભા સંકુલ ખાતે ખેડૂતો અને પ્રજાજનોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્‍યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્‍યથી તૈયાર કરવામાં આવેલા કુલ ૯ ‘પ્રાકૃતિક કૃષિ ઉત્‍પાદન'સ્‍ટોલનું ઉદધાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, અધ્‍યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપાધ્‍યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાદ્યાણી, સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્‍ય  અને પ્રદેશ અધ્‍યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રદર્શન સ્‍ટોલના ઉદધાટન બાદ રાજયપાલશ્રી સહિત મહાનુભાવોએ વિવિધ સ્‍ટોલની મુલાકાત લઈ પ્રદર્શિત કરવામાં આવેલી પ્રાકૃતિક ચીજવસ્‍તુઓનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્‍થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરી તેમને પ્રોત્‍સાહિત કર્યા હતા.  આ પ્રસંગે કામધેનુ નેચરલ અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ, આડેસર વિસ્‍તાર ખેત ઉત્‍પાદન પ્રો. કંપની લી., રમીબા અને રમાબા પ્રાકૃતિક કૃષિ ફાર્મ, નીર પ્રાકૃતિક ફાર્મ, પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ, આણંદ, નવસારી, સરદાર કૃષિનગર દાંતીવાડા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્‍ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્‍યું હતું.કાર્યક્રમમાં રાજય મંત્રીમંડળના સભ્‍ય, વિધાનસભા સચિવ  સી.બી.પંડ્‍યા સહિત વિધાનસભા અને કૃષિ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

(3:08 PM IST)