<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

તાપીના સોનગઢમાં બેંકમાંથી પૈસા ઉપાડી જતા વૃદ્ધના 45 હજારની ચીલઝડપ કરનાર ચાર આરોપીઓ ઝડપાયા

પકડાયેલ આરોપીઓ પૈકી યોગેશ પાટીલ અને સતનામ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે

તાપીના સોનગઢમાં બેંકમાંથી પૈસા ઉપાડી જતા એક વૃદ્ધની નજર ચૂકવી 45 હજાર રૂપિયાની ચોરી કરનાર ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. CCTV અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓ પૈકી યોગેશ પાટીલ અને સતનામ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂા. 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરીથી પંથકમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે.

(12:27 AM IST)