<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

તાપી નદીમાં આપઘાત કરવા કૂદેલી મહિલા નદીમાં રહેલી જળકુંભીમાં ફસાઈ જતા બચાવ

મહિલાએ પારિવારીક ઝઘડામાં આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ

સુરતઃ તાપી નદીમાં આપઘાત કરવા કૂદેલી મહિલાનો બચાવ થયો છે. આપઘાત કરવા કૂદેલી મહિલા નદીમાં રહેલી જળકુંભીમાં ફસાઈ જતા બચાવ થયો છે. ત્યારબાદ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાનું રેસક્યુ કર્યુ. મહિલા પોલીસ જવાનોએ મહિલાનો જીવ બચાવ્યો છે. પોલીસ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુ છે. મહિલાએ પારિવારીક ઝઘડામાં આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ છે.

(12:28 AM IST)