<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

શક્તિપીઠ અંબાજીમાં વિશ્વ શાંતિ માટે '51 કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ'

મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ ગાયત્રી મંત્રના ગુંજારવ સાથે પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન માટે પ્રાર્થના કરી

શક્તિપીઠ અંબાજીની પવિત્ર ધરા પર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા '51 કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2026ને માતૃશક્તિ જન્મશતાબ્દી અને પૂજ્ય ગુરુદેવના સાધના શતાબ્દી વર્ષ તરીકે ઉજવતા ગાયત્રી પરિવારે આ યજ્ઞ દ્વારા આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો. ખાસ કરીને, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વિષમ પરિસ્થિતિમાં ફસાયેલા ભારતીયોની સલામતી અને વિશ્વ કલ્યાણ માટે યજ્ઞમાં વિશેષ આહુતિઓ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ ગાયત્રી મંત્રના ગુંજારવ સાથે પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન માટે પ્રાર્થના કરી હતી, જેનાથી સમગ્ર યાત્રાધામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

 

(7:56 PM IST)