<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

રસ્તે રખડતા બકરાએ બાઇક ચાલકનો જીવ લીધો

માથાવલી ગામના બસ સ્ટેન્ડ પાસે મોટરસાઇકલ બકરા સાથે અથડાતા ચાલક નું સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માથાવલી ગામના બસ સ્ટેન્ડ પાસે મોટર સાઇકલ બકરા સાથે અથડાતા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  પ્રાપ્ત વિગતો અનુસાર ગુરજીભાઈ જેઠીયાભાઈ વસાવા (ઉં.વ.૫૫ )(રહે.ડાબકા, કણબીકુંડ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓ મો.સા.લઈ જતા હતા ત્યારે પોતાના કબ્જામાંની હિરો કંપનીની પેશન પ્રો મો.સા.નંબર-GJ-22-k-3835 ની પુરઝડપે હંકારી લઈ આવી માથાવલી ગામના બસ સ્ટેન્ડ આગળ રસ્તા ઉપર બકરૂ આવી જતા બકરા સાથે પોતાની મો.સા.અથાડી દઈ રોડ ઉપર પડી જતા પોતાને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમને કુટુંબીજનોએ પ્રાથમિક સારવાર માટે સરકારી દવાખાના મોસદા ખાતે કરાવી વધુ સારવાર સરકારી હોસ્પિટલ દેડીયાપાડા ખાતે કરાવેલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે કરાવી ત્યાંથી વધુ સારવાર જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે કરાવી ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવીલ હોસ્પિટલ ખટોદરા સુરત ખાતે દાખલ કરેલ ત્યાં તેઓ મૃત્યુ પામતા દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે

(10:29 PM IST)