<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઉમરેઠની મદની સોસાયટીમાં રખડતા કૂતરાનો આતંક: પિતા-પુત્રી સહિત ત્રણ ઇજાગ્રસ્ત

સોસાયટીમાં રમી રહેલા બે માસૂમ બાળકો પર કૂતરાએ અચાનક હુમલો કર્યો :સંતાનોને બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ કૂતરાએ બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી

આણંદ જિલ્લાના ઉમરેઠમાં આવેલી મદની સોસાયટીમાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. સોસાયટીમાં રમી રહેલા બે માસૂમ બાળકો પર કૂતરાએ અચાનક હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી. સંતાનોને બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ કૂતરાએ બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સતત વધતા જતા શ્વાનોના ત્રાસને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશો દ્વારા નગરપાલિકા પાસે રખડતા કૂતરાઓને વહેલી તકે પાંજરે પૂરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.

 

(11:11 PM IST)