News of Sunday, 1st March 2026
સુઈગામ GRD ભરતી મસમોટું કૌભાંડ: પોલીસ ક્લાર્ક પૂર્વ GRD નાયક સહિત કુલ 14 શખ્સો સામે ગુનો દાખલ
નકલી GRD સભ્યો ઊભા કરી અને સગીર વયના યુવાનોની ઓળખ છુપાવી તેમની ભરતી કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવાનો આક્ષેપ

બનાસકાંઠાના સુઈગામમાં ગ્રામ રક્ષક દળ (GRD)ની ભરતીમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. નકલી GRD સભ્યો ઊભા કરી અને સગીર વયના યુવાનોની ઓળખ છુપાવી તેમની ભરતી કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવાનો આક્ષેપ છે. GRDના માનદ અધિકારી દશરથ સોલંકીએ આ મામલે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ખોટા આઈકાર્ડ બનાવી અને ખોટી હાજરી પુરાવીને પગારની રકમ ઓળવી જવામાં આવતી હતી. આ કૌભાંડમાં પોલીસ ક્લાર્ક અને પૂર્વ GRD નાયક સહિત કુલ 14 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કેટલા મોટા માથાઓ સામેલ છે તે બહાર આવશે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
