News of Monday, 2nd March 2026
ફેબ્રુઆરી-2026માં રાજ્યને જીએસટી હેઠળ રૂ. 7598 કરોડની આવક :જીએસટી આવકમાં 19 % નો વધારો
રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ. 11,358 કરોડની આવક

અમદાવાદ : ફેબ્રુઆરી-2026 માં ગુજરાત રાજ્યની જીએસટી આવકમાં 19 % નો વધારો નોંધાયો છે. ફેબ્રુઆરી-2026 માં રાજ્યને જીએસટી હેઠળ રૂ. 7598 કરોડની આવક થયેલ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક રૂ. 6396 કરોડ કરતા 19 % વધુ છે. અત્રે ઊલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી-2026 માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8% રહેલ છે.
રાજ્યને ફેબ્રુઆરી-2026 માં વેટ હેઠળ રૂ. 2831 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ રૂ. 905 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ. 23 કરોડ ની આવક થયેલ છે.આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ. 11,358 કરોડની આવક થયેલ છે
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
