<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મોહન ભાગવત કાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે

અમદાવાદ,તા.૦૩: રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ(RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત ૪ માર્ચથી બે દિવસ ગુજરાતમાં અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તેઓ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવા સાથે સંઘના પદાધિકારીઓ સાથે મીટિગ પણ યોજશે. સંઘનું શતાબ્‍દી વર્ષ ચાલી રહ્યું છે તે નિમિત્તે રાજ્‍યમાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેની જાણકારી મેળવશે. બુધવારે સાંજે વડતાલધામ સ્‍વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે અને સંતો સાથે બેઠક કરશે. ગુરુવારે જેતલપુર સ્‍વામિનારાયણ મંદિર ખાતે શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્‍ણ મહારાજ દ્વિશતાબ્‍દી પાટોત્‍સવના દર્શન કરી સંતો સાથે બેઠક યોજશે.

 

(10:16 AM IST)