<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

સુરત ખાતે સેવા યુથ ક્‍લબ ગોંડલ ગ્રુપ દ્વારા ૮૦૦ બોટલ લોહી એકત્ર કરવામાં આવેલ હતું

મોવીયાઃ સુરત મીની બજાર પટેલ સમાજની વાડીમાં આ મહારક્‍તદાન કેમ યોજાયો હતો. આમ છેલ્લા ૨૫ વર્ષથી સેવા યુથ ક્‍લબ ગોંડલ દ્વારા ૨૫ મો રક્‍તદાન કેમ્‍પ યોજી રજત જયંતિ ઉજવી છે. સુરત ખાતે સેવા યુથ ક્‍લબ ગોંડલ ગ્રુપની સ્‍થાપના ૩૧ વર્ષ પહેલા કરવામાં આવી છે અને આજે પણ કાર્યરત છે. દર વર્ષે રક્‍તદાન કેમ્‍પની સાથે સાથે દવાખાના, ગૌશાળા,પક્ષીઓને ચણ, શિયાળામાં રસ્‍તા ઉપર રહેતા ગરીબ લોકોને વષાો અને ધાબળા ઓઢાડવાનું કામ કરે છે આ ઉપરાંત સમાજ સેવાના કોઈ પણ ના કાર્યો હોય ત્‍યાં સેવા યુથ ક્‍લબ ગોંડલ ગ્રુપ સુરતની આ ટીમ મદદમાં સહભાગી બને છે. આમ અત્‍યાર સુધીમાં ૨૦ હજાર થી વધુ બોટલ લોહી એકત્ર કરવામાં આવ્‍યું છે. દરેક રક્‍તદાતાઓને ૭૦૦ રૂપિયા રોકડ ની ભેટ આપવામાં આવી હતી. આ કેમ્‍પને સફળ બનાવવા માટે પ્રમુખ ટી.કે પટેલ, ઉપપ્રમુખ કે.ડી પટેલ,ખજાનચી મકનભાઈ પટેલ, મંત્રી ભાવેશ પટેલ, નરેશભાઈ દોંગા, આર.બી પટેલ, અને સભ્‍યશ્રીઓ તથા સેવા ભાવિ યુવાનોએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીરઃ અશોક પટેલ, મોવિયા)

(10:40 AM IST)