<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં કડોદમાં કબ્રસ્તાનની જમીનમાં ઈબાદતગાહ બનાવાયાની રાવ : લાઉડ સ્પીકર મુદ્દે વિરોધ

કડોદના સ્થાનિકો દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને આવેદન‎ અપાયું:

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે ગાંધી ગ્રાઉન્ડની સામે આવેલી કબ્રસ્તાનની જગ્યામાં ગેરકાયદેસર રીતે ઈબાદતગાહ બનાવી તેનો મસ્જિદ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાની રાવ સાથે સ્થાનિક રહીશોએ તપાસની માગ છે.
  આ મામલે દેસાઈ ફળિયાના રહીશોએ એકત્ર થઈ બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, કડોદ ગાંધી ગ્રાઉન્ડની સામે મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે, જેનો ઉપયોગ વર્ષોથી માત્રને માત્ર દફનવિધિ માટે જ થતો હતો. જોકે, છેલ્લા દોઢેક વર્ષથી આ જગ્યામાં ઈબાદત ગાહનું બાંધકામ કરવામાં આવ્યું છે.
  રહીશોનો આક્ષેપ છે કે હાલમાં તેનો ઉપયોગ મસ્જિદ તરીકે કરવામાં આવી રહ્યો છે અને તેના પર મોટા લાઉડ સ્પીકરો લગાવી દેવામાં આવ્યા છે. જેની તિવ્ર ધ્વનીને કારણે નજીકના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
  સ્થાનિકોએ રજૂઆત કરી છે કે, લાઉડ સ્પીકર પર અવાજ ખૂબ જ વધારે રાખવામાં આવે છે, જેના કારણે આસપાસના રહીશોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારના કૃત્યોથી ગામની કોમી એકતામાં ભંગ પડી શકે છે.
   રહીશોએ પ્રાંત અધિકારી સમક્ષ મુખ્ય બે પ્રશ્નો ઉઠાવ્યા છે. શું કબ્રસ્તાનની જગ્યામાં ઈબાદતગાહના બાંધકામ માટે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી લેવાઇ છે? શું લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસ કે વહીવટી તંત્ર પાસેથી કાયદેસરની મંજૂરી મેળવાયેલી છે ?
  રહીશોએ માંગ કરી છે કે આ બાબતે નિષ્પક્ષ તપાસ કરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે એવી માંગ સ્થાનિક રહિશો દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવી છે

(11:42 AM IST)