<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

જવાબદારીઓ તમે એકલા વહન નથી કરતાઃ શકિત સહારો આપે છેઃ શ્રીશ્રી

સોકિંગ ઈન બ્‍લિસઃ શ્રીશ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટયા; વાસદમાં ૫,૦૦૦ ભક્‍તોને મળ્‍યા

રાજકોટ, તા.૩: વૈશ્વિક માનવતાવાદી અને આધ્‍યાત્‍મિક ગુરુ ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીએ ગયા અઠવાડિયામાં વાસદ, સુરત અને અમદાવાદની મુલાકાત લીધી, જ્‍યાં હજારો સાધકો ધ્‍યાન, જ્ઞાન, સત્‍સંગ અને સંવાદ માટે ઉમટયા. તેમની મુલાકાત દરમિયાન ગુરુદેવે સ્‍વામિનારાયણ સંપ્રદાયના વિવિધ વર્ગોના વરિષ્ઠ સંતો સાથે સ્‍નેહસભર મુલાકાત કરી.

વાસદ સ્‍થિત આર્ટ ઓફ લિવિંગના આશ્રમમાં ગુરુદેવે સેંકડો કોલેજ યુવાનો, ગ્રામજનો તેમજ ૫,૦૦૦થી વધુ ભક્‍તો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં અમેરિકા, આર્જેન્‍ટિના, બ્રાઝિલ અને મેક્‍સિકોથી આવેલા આંતરરાષ્‍ટ્રીય સાધકો પણ ઉપસ્‍થિત રહ્યા હતા, જે ગુરુદેવના ઉપદેશોની વૈશ્વિક અસર દર્શાવે છે. તેમ એક યાદીમાં જણાવાયું છે. ત્‍યારબાદ ગુરુદેવ સુરત અને અમદાવાદ પહોંચ્‍યા, જ્‍યાં ૧૨,૦૦૦થી વધુ લોકોએ વિશેષ કાર્યક્રમ ‘સોકીંગ ઈન બ્‍લિસ' માં ભાગ લીધો હતો.

વાસદમાં એક સત્‍સંગ દરમિયાન ગુરુદેવે ભગવાન શ્રીકળષ્‍ણનું ઉદાહરણ આપી જવાબદારીને હળવાશથી વહન કરવાની વાત સમજાવીઃ ભગવાન કળષ્‍ણ સમગ્ર વિશ્વની જવાબદારી વહન કરે છે, છતાં તેમના મસ્‍તક પરનો રંગબેરંગી મોરપીછનો મુકુટ કયારેય ભારરૂપ લાગતો નથી. સમગ્ર વિશ્વની જવાબદારી હોવા છતાં વ્‍યક્‍તિ હંમેશાં હસતાં અને હળવાશથી રહી શકે છે. જાણો કે તમારી જવાબદારીઓ તમે એકલા નથી વહન કરતા; કોઈ શક્‍તિ તમને સહારો આપી રહી છે.

જીવનમાં સંતુલનની મહત્‍વતા પર પ્રકાશ પાડતાં ગુરુદેવે મધ્‍યમ માર્ગ અપનાવવા અને ધીમી ગતિએ આગળ વધવાની પ્રેરણા આપીઃ જીવન દોડ નથી, જ્‍યારે મનમાં શાંતિ અને ધીરજ હોય, ત્‍યારે વસ્‍તુઓ સ્‍વાભાવિક રીતે પ્રસ્‍ફૂટિત થાય છે. તેમણે આヘર્યભાવને આધ્‍યાત્‍મિક ગુણ તરીકે વર્ણવતાં કહ્યું કે તે મનને તાજું અને હૃદયને ખુલ્લું રાખે છે. તેમની હળવી શૈલીમાં ગુરુદેવે જણાવ્‍યું કે હાસ્‍ય નકારાત્‍મકતાને દૂર કરી શકે છેઃ જો કોઈ તમને અપશબ્‍દ કહે, તો જવાબમાં અપશબ્‍દ ન આપો; સ્‍મિત આપો. જ્‍યાં હાસ્‍ય છે, ત્‍યાં નકારાત્‍મકતા ઓગળી જાય છે. તેમણે વધુમાં જણાવ્‍યું કે વિરોધી મૂલ્‍યો દેખાવમાં વિરુદ્ધ લાગતાં હોવા છતાં પરસ્‍પર પૂરક છે, અને પડકારો માનવ શક્‍તિને ઉજાગર કરે છે. તેઓશ્રી વારંવાર ગુજરાત આવે છે અને શાંતિ, પ્રેમ, એકતા, સેવા, સાધના અને સત્‍સંગનો સંદેશ અવિરત પ્રસારિત કરે છે. 

(2:50 PM IST)