<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વાઇબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ નવરાત્રી 2025: અમદાવાદમાં પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો ભવ્ય ઉત્સવ : નાના જૂથ માટે ખાસ ગરબા ઝોનથી લઈને બાળકો માટે ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ સુધી - “દરેક માટે કંઈક ખાસ”: ઉદ્ઘાટનના દિવસે ‘આહવાન મા આદ્યા શક્તિ’ થીમ પર ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા સાથે નવરાત્રીનો અનેરો આનંદ : ઉદ્ઘાટનના દિવસે પરંપરાગત ગરબાની ઉજવણી માટે 1,000 થી વધુ કલાકારોની સાથે મળીને પ્રસ્તુતિ: ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કલાકારોનું શાનદાર પ્રદર્શન: ઓસમાણ મીર, સમીર, માના રાવલ અને લલિત્ય મુનશા જેવા પ્રખ્યાત કલાકારો દર્શકોને મંત્રમુગ્ધ કરશે7:06 PM IST

કાલે નરેન્‍દ્રભાઇના જીવન-કવન દર્શાવતો મલ્‍ટી મીડિયા મ્‍યુઝીકલ શો : રેસકોર્ષ મેદાન ખાતે ‘‘નમોત્‍સવ'' કાર્યક્રમઃ ઓપરેશન સિંદુર અને દેશની આન-બાન અને શાનની ગૌરવ ગાથા વર્ણવાશે : ૧૫૦થી વધુ કલાકારોની ટીમ કલાના કામણ પાથરશેઃ મુંબઇના ડિમોલીશન ક્રુ દ્વારા ઓપરેશન સિંદૂરના ગીતો પર દિલધડક સ્‍ટંટ સાથે ડાન્‍સ રજૂ કરાશેઃ મોદીજીની જીવનયાત્રા પર લખાયેલા સપાખરા ગીત પર કેરળના કલાકારો વીરરસનો વોર ડાન્‍સ પીરસશેઃ જાહેર જનતાને આમંત્રણ : ગીત સંગીત અને નાટય સાથે મોદીજીના જીવનના વિવિધ પ્રસંગોનું રસાળ નાટયરૂપાંતરણનું દિર્ગદર્શન વિરલ રાચ્‍છ કરશે : સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે3:42 PM IST

સોમવારે રાજકોટમાં દલિત સ્‍વાભિમાન સંમેલન. : ડો. બાબા સાહેબ આંબેડકરજીના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર અને દિલ્‍હીના પૂર્વ કેબીનેટ મંત્રી રાજેન્‍દ્રપાલ ગૌતમની અધ્‍યક્ષતામાં : * અનુસુચિત જાતિના વિકાસ માટે ખેતીની જમીન ભુમાફીયાઓને પધરાવી દેવા મામલે * નાનામૌવામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હટાવી દેવાના કેસમાં વિઝિલન્‍સ તપાસ કરાવવા * મ્‍યુ.કોર્પોરેશનમાં ફુલટાઇમના બદલે કાયમી ધોરણે સફાઇ કામદારોની નિમણુંક આપવા * ડો. બાબા સાહેબ આંબેડકરજીના તૈલચિત્ર મુકવા અંગે અને એસ.ઇ.ડબલ્‍યુ.એસ.ના અનામત પ્‍લોટના હેતુ ફેર બાબતે અવાજ ઉઠાવાશે * આ મુદ્દે ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં ન્‍યાયી ઉકેલ ન આવે તો ઓકટોબરથી સૌરાષ્‍ટ્ર વ્‍યાપી જનજાગૃતિ આંદોલનની ચીમકી2:45 PM IST