<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ગુજરાતમાં માર્ચમાં ગરમી ક્રમશ : ૩ થી પ ડિગ્રી વધશે

આગામી સાત દિવસ હવામાન સુકું રહેવાની સંભાવના

અમદાવાદ, તા. ૩ : માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીનો અનુભવ થવા લાગ્‍યો છે.  ભારતીય હવામાન વિભાગએ આગામી થોડા દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં ક્રમિક વધારાની આગાહી કરી છે, જ્‍યારે ૮ માર્ચ સુધી રાજ્‍યભરમાં હવામાન સૂકું રહેવાની શકયતા છે. હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે ૩ થી ૫ ડિગ્રી સેલ્‍સિયસનો વધારો થવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ ૨ થી ૩ ડિગ્રી સેલ્‍સિયસનો વધારો થવાની ધારણા છે. ત્‍યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શકયતા નથી.

હવામાન વિભાગ મુજબ, ૪ માર્ચથી ૭ માર્ચ દરમિયાન ગુજરાત  અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં છૂટાછવાયા સ્‍થળોએ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને દીવ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શકયતા છે.

(2:50 PM IST)