તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 3rd March 2026
ડ્યુકોલ ઓર્ગેનિક્સે દક્ષિણ પૂર્વ એશિયામાં હાજરી વિસ્તારી
મલેશિયાની ક્વોલિબિટ કેમિકલ્સ સાથે ભાગીદારી

રાજકોટ, તા.૩: ત્રણ દાયકાથી વધુ સમયથી ઉદ્યોગમાં હાજરી ધરાવતી તથા ઝડપથી વિકસતી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની,ડ્યુકોલ ઓર્ગેનિક્સ એન્ડ કલર્સ લિમિટેડે આજે મલેશિયા સ્થિત ક્વોલિબિટ કેમિકલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસડીએન. બીએચડી. સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.
આ ભાગીદારીનો ઉદ્દેશ્ય સમગ્ર દક્ષિણપૂર્વ એશિયામાં તેના વોટરપ્રૂફિંગ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સના વ્યવસાયને વિસ્તારવાનો છે. આ સહયોગમાં ડ્યુકોલ તેની પેટાકંપની બિટયુમેગ દ્વારા ઉત્પાદિત વોટરપ્રૂફિંગ સિસ્ટમ્સને ક્વોલિબિટના સ્થાપિત ASEAN મેન્યુફેક્ચરિંગ અને માર્કેટ નેટવર્કને સપ્લાય કરશે. આ કરાર હેઠળ વોટરપ્રૂફિંગ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સ ક્ષેત્રે ભવિષ્યના વ્યૂહાત્મક સંપાદનમાંથી પ્રોડક્ટ્સ અને ક્ષમતાઓ સુધી ભાગીદારીનો વિસ્તાર કરવાનો અવકાશ હશે, જે પરસ્પર જોડાણને આધીન રહેશે.
આ ભાગીદારી અંગે ડ્યુકોલ ઓર્ગેનિક્સ એન્ડ કલર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આમેર ફરીદે જણાવ્યું હતું કે, આ ભાગીદારી ડ્યુકોલની આંતરરાષ્ટ્રીય વિસ્તરણ યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. અલ્ટેક દ્વારા મધ્ય પૂર્વમાં અમારી હાજરીને મજબૂત બનાવ્યા પછી, દક્ષિણપૂર્વ એશિયા એક સાહજિક પ્રગતિ હતી જે પ્રદેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોમેન્ટમ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા વોટરપ્રૂફિંગ સિસ્ટમ્સની માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.
બીએચડી. ના ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર જોન માર્ટિને ઉમેર્યું હતું કે,અમે ડ્યુકોલ સાથે ભાગીદારીમાં મજબૂત જોડાણ જોઈએ છીએ, જે એક સ્કેલેબલ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સમાં ઊંડી કુશળતા લાવે છે.
અમારું ટેકનિકલ એક્ઝિકયુશન મોડેલ અને પ્રાદેશિક બજાર પહોંચ, યુકોલની ઔદ્યોગિક ક્ષમતાઓ સાથે મળીને, સમગ્ર દક્ષિણપૂર્વ એશિયામાં લાંબા ગાળાના સહયોગ માટે મજબૂત પાયો બનાવે છે. લાગુ પડતા નિયમો અને મંજૂરીઓને આધીન,અમે ઓપન માર્કેટમાંથી સંભવિત ઇક્વિટી સંપાદન દ્વારા લાંબા ગાળાનું જોડાણ પણ જોઈએ છીએ,જે ડ્યુકોલના ઉત્પાદન પ્લેટફોર્મ અને વળદ્ધિના માર્ગમાં અમારા વિશ્વાસને દર્શાવે છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
