<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

છોટાઉદેપુરના ઓલીઆબા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી:યુવતીનું મોત

જૂના કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં 18 વર્ષની આશાસ્પદ યુવતીનું દબાઈ જવાથી મોત થયું

છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના ઓલીઆબા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક જૂના કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં 18 વર્ષની આશાસ્પદ યુવતીનું દબાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઓલીઆબા ગામે રહેતા જયેશભાઈ રાઠવાના ઘરે માટીનું જૂનું કાચું મકાન આવેલું છે. આ મકાનની દીવાલ જૂની હોવાથી તેમાં તિરાડો પડી ગઈ હતી. પરિવાર દ્વારા આ દીવાલનું રિપેરિંગ એટલે કે સમારકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક દીવાલનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો. કમનસીબે, ઘરની 18 વર્ષીય દીકરી ભારતીબેન જયેશભાઈ રાઠવા આ દીવાલ નીચે દબાઈ ગઈ હતી.

(12:16 AM IST)