News of Thursday, 5th March 2026
પાટણ: રખાવ ગામમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ, પોલીસની કામગીરી સામે રોષ: બેફામ ચાલતા દેશી દારૂના વેપારથી ત્રસ્ત ગ્રામજનોએ જાતે જ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી દારૂનો નાશ કર્યો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખાવ ગામમાં બેફામ ચાલતા દેશી દારૂના વેપારથી ત્રસ્ત ગ્રામજનોએ જાતે જ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી દારૂનો નાશ કર્યો અને પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા રખાવ ગામમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હતા. ૦૫ માર્ચ ૨૦૨૬ ના રોજ આ દારૂના દુષણથી અને બગડતા સામાજિક વાતાવરણથી કંટાળી ગયેલા ગ્રામજનોએ આખરે જનતા રેડ પાડી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ ગામમાં ચાલતા દારૂના ધંધા પર અચાનક જનતા રેડ પાડી હતી. રોષે ભરાયેલા લોકોએ દારૂ બનાવવા માટે વપરાતી તમામ સામગ્રી, રસાયણો અને ભઠ્ઠીઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ગ્રામજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે સ્થાનિક પોલીસ આ ગેરકાયદે ધંધા સામે અનેક રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી કરતી નથી. નિયમિત હપ્તા લેવામાં આવતા હોવાથી જ બુટલેગરો બેફામ બન્યા છે તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો હતો. જનતા રેડ બાદ ગ્રામજનો દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે સીધા જ સ્થાનિક પોલીસ મથકે પહોંચી ગયા હતા. ત્યાં જઈને તેઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ફરજ પરના પોલીસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
