News of Thursday, 5th March 2026
નડીયાદના શ્રી બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં સોમવારે પૂ. કનુદાદાની પ્રથમ પુણ્યતીથીએ કાર્યક્રમો
ઋષિકુમારો દ્વારા પૂજા, અર્ચના, સંતોની આશીર્વચન, આરતી, ભોજન પ્રસાદ, ભજન સંધ્યાનું આયોજન

રાજકોટ, તા., પઃ પૂન.કનુદાદ (સ્વ.કનૈયાલાલ લાલજીભાઇ સોની) ની પ્રથમ પુણ્યતીથી નિમિતે નડીયાદના ડાકોર રોડ ઉપર આવેલા શ્રી બ્રહ્મર્ષિ સંસ્કારધામખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તા. ૯-૩-ર૦ર૬ ને સોમવારે કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત પૂ. કનુદાદાના નિવાસસ્થાને તા. ૯ને સોમવારે સવારે ૧૦ વાગ્યે ઋષિકુમારો દ્વારા પૂજા, અર્ચના કરવામાં આવશે.
જયારે સાંજે ૬ વાગ્યે અંબાજી ભંડારા અંગેની ચર્ચા-વિચારણા તથા બધાના અભિપ્રાય લેવાશે. સાંજે ૭ વાગ્યે સંતોના આર્શિવચન, સાંજે ૭.૩૦ વાગ્યે આરતી તથા ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.
ત્યારબાદ નામાંકિત કલાકારોના સથવારે ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. રાત્રે લગભગ ૧૧ વાગ્યે ભજન સંધ્યા બાદ અલ્પાહાર લઇને સૌ છુટા પડશે.
સવારથી જે લોકો આવવાના હોય તો પૂ. કનુદાદાના ગૃપમાં મેસેજ કરી આપવાનો રહેશે. જેથી ભોજન પ્રસાદ તથા ચા-કોફીની વ્યવસ્થા સરળતાથી કરી શકાશે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
