News of Thursday, 5th March 2026
હજુ આકરા તાપ માટે તૈયાર રહેજોઃ પારો ૪૧ ડીગ્રીએ પહોંચશે
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૫ થી ૧૧ માર્ચ સુધીની આગાહી : ૭મી સુધી તાપમાન ૩૭ાા થી ૩૯ થી ૪૧ ડીગ્રી વચ્ચે રહેશેઃ હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી ગણાય

રાજકોટઃ છેલ્લા બે દિવસથી આકરો તાપ વરસી રહ્યો છે. ત્યારે આગામી અઠવાડીયે પણ ગરમમાં રાહત મળવાની નથી. આગામી ૧૧ માર્ચ સુધી મહત્તમ તાપમાન નોર્મલથી ઉંચુ જ રહેશે. તેમાં પણ તા.૮ થી ૧૧ દરમ્યાન તાપમાનનો પારો ૩૯ થી ૪૧ ડીગ્રી વચ્ચે રહેશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના મોટા ભાગમાં નોર્મલ મહત્તમ તાપમાન અંદાજે ૩૪ ડીગ્રી ગણાય છે.
ગઈકાલે ૪ માર્ચ ૨૦૨૬ના રોજ, અનેક કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં ૩ ડીગ્રી થી ૫ ડીગ્રી વધુ નોંધાયું, જે ગરમીનો ટ્રેન્ડ મજબૂત થતો દર્શાવે છે. અમદાવાદ ૩૮.૬, વડોદરા ૩૮, ગાંધીનગર ૩૮, રાજકોટ ૩૯.૨, ડીસા ૩૮.૮, અમરેલી ૩૮.૩ ડીગ્રી તાપમાન નોંધાયેલ. ગઈકાલે રાજ્યમાં રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ ૫ માર્ચ થી ૧૧ માર્ચ સુધીની આગાહી કરતાં જણાવે છે કે હાલ દિવસનું તાપમાન નોર્મલ કરતાં ૩ ડીગ્રી થી ૫ ડીગ્રી વધુ છે.
આગાહીના સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલથી વધુ જ રહેવાની શક્યતા છે. ૮ માર્ચ થી ૧૧ માર્ચ દરમિયાન તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના. અનેક વિસ્તારોમાં ૩૯ ડીગ્રી થી ૪૧ ડીગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાઈ શકે. અલગ-અલગ જગ્યાએ સીઝનનું પ્રથમ ૪૦ ડીગ્રી નજીકનું રીડિંગ પણ નોંધાઈ શકે.
આ સમયગાળા દરમિયાન ગરમીનો દબદબો યથાવત રહેવાનો સંકેત છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
