<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

અમદાવાદમાં હુમલાની બે ઘટના

પાર્કિંગ વિવાદમાં એસયુવી ચાલકે પિતા-પુત્ર પર છરીથી અને રોકડની લેવડ-દેવડમાં યુવાન ઉપર હુમલો

અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પર સવાલો ઊભા કરતી બે હિંસક ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં, અમદાવાદના શાહઆલમ વિસ્‍તારમાં એક દુકાન પાસે એસયુવી કાર પાર્ક કરવા બાબતે વિવાદ સર્જાયો હતો. દુકાન માલિકે કાર ચાલકને ત્‍યાં ર્પાકિંગ કરવાની ના પાડતા કાર ચાલક ભારે રોષે ભરાયો હતો. ત્‍યારબાદ તે પોતાની ગાડીમાંથી એક તીક્ષ્ણ છરી કાઢી લાવ્‍યો હતો અને સીધો જ દુકાનની અંદર ઘૂસી ગયો હતો.

આવેશમાં આવીને આ હુમલાખોરે દુકાન માલિક અને તેમના પુત્ર પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે પિતા-પુત્ર બંને ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા. આ સમગ્ર ચોંકાવનારી ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં હુમલાખોરનો અત્‍યંત આક્રમક મૂડ સ્‍પષ્ટ જોઈ શકાય છે.

હિંસાની બીજી એક ઘટનામાં રોકડ રકમની લેવડદેવડના મામલે એક યુવાન પર હુમલો કરવામાં આવ્‍યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પૈસાની લેવડદેવડના મામલે થયેલી ઉગ્ર બોલાચાલીએ હિંસક સ્‍વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કેટલાક શખ્‍સોએ ભેગા મળીને યુવાનને નિશાન બનાવ્‍યો હતો. જાહેરમાં બની રહેલી આવી ઘટનાઓ સ્‍પષ્ટપણે દર્શાવે છે કે અસામાજિક તત્‍વોમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

(4:10 PM IST)