News of Friday, 6th March 2026
દેશના અલગ અલગ રાજ્યોમાં 'સમૃદ્ધ'ના નામે બે કંપની ખોલી ગ્રાહકો સાથે કરોડોની ઠગાઈના નાસતો ફરતો આરોપી ઝડપાયો
સને ૨૦૨૪ થી દાહોદ એ ડિવીઝન પોસ્ટેના ચીટીંગના ગુનામા નાસતા ફરતા આરોપી મહેશ મોતેવારને ઝડપી પાડતી સુરત શહેર પી.સી.બી.

સુરત :ભારત દેશના અલગ - અલગ રાજ્યમા સમુધ્ધ જીવન ફૂડસ ઇન્ડીયા તથા સયુધ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પસ કો.ઓ સોસાયટી નામની કંપનીની બ્રાન્ચ ખોલી ગ્રાહકો સાથે કરોડો રૂપીયાના છેતરપીંડીના ગુનામા પકડાયેલ અને સને ૨૦૨૪થી દાહોદ એ ડિવીઝન પોસ્ટેના ચીટીંગના ગુનામા નાસતા ફરતા આરોપીને સુરત શહેર પી.સી.બી.એ ઝડપી લીધો છે
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સુરત શહેર નાઓએ સુરત શહેર તથા અન્ય જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલ હતી
ઉપરોક્ત સુચના અન્વયે પી.સી.બી PI આર.એસ.સુવેરાનાઓએ પોલીસ કમિશ્નર સુરત શહેરનાઓની સુચના મુજબ પી.સી.બીના માણસોને સુચના આપવામા આવેલ હોય દરમ્યાન પી.સી.બીના એ.એસ.આઇ જનાર્દન હરિચરણ તથા એ.એસ.આઇ દિપક નરસિંહભાઇ નાઓને હકીકત મળેલ કે દાહોદ એ ડિવીઝન પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૮૨૧૦૧૧૨૪૧૨૧૩/૨૦૨૪ ઈ.પી.કો. કલમ - ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૧૪, ૧૨૦(બી) તથા ગુજરાત પ્રોટેક્સશન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ (ઇન ફાયનાંસીયલ અધિનીયમ લઇસ્ટાબ્લીસમેન્ટ) એક્ટ કલમ - ૦૩ મુજબ તથા ઇનામી છેતરપીંડી અને પૈસા સરકર્ક્યુલેશન સ્કીમ બુધ અધિનીયમ ની કલમ - ૪,૫, ૬ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી મહેશ કિશન મોતેવાર વાળો હાલ લાજપોર જેલ ખાતે તેની પત્નીને મળવા આવેલ છે.” જે હકીકત આધારે આરોપી. મહેશ કિશન મોતેવાર( ઉ.વ.૫૭ )(રહે.પ્લોટ નં.૦૯, વિધ્યાદિપ સોસાયટી, ગુલાબનગર, ધનકોડી, પુણે-૪૩, મહારાષ્ટ્રવાળા)ને દબોચી લેવામા પી.સી.બીને સફળતા મળેલ છે.
પકડાયેલ શખ્શની પૂછપરછ કરતા પોતે સમુધ્ધ જીવન ફુડ્સ ઇન્ડીયા તથા સમુધ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પસ કો.ઓ સોસાયટી નામની કંપનીની બ્રાન્ચ ખોલી ગ્રાહકોને અલગ-અલગ સ્ક્રીમોમાં ૧૬ % વ્યાજ આપવાની લાલચ આપી અલગ-અલગ ગ્રાહકો પાસેથી આશરે રૂ.૨૯,૨૪,૩૧૦/-ની મત્તાનુ રોકાણ કરાવી પોતાની દાહોદ ખાતેની ઓફીસ બંધ કરી તેઓ સાથે ચીટીંગ કરી નાસતો-ફરતો હોવાની હકીકત જણાવેલ
આરોપીની પુછપરછ કરતા ઉપરોક્ત ગુનામા તેની પત્નીની ધરપકડ થયેલ હોય અને લાજપોર જેલ ખાતે હોય તેઓને લાજપોર જેલ ખાતે મળવા આવેલ હોવાની હકીકત જણાવેલ.
જેથી મજકુર આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે તેનો કબ્જો દાહોદ એ ડિવીઝન પો.સ્ટે સોંપવા તજવીશ હાથ ધરવામાં આવેલ છે.
આરોપી નીચે મુજબના ગુનામા નાસતો-ફરતો હતો
દાહોદ એ ડિવીઝન પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૮૨૧૦૧૧૨૪૧૨૧૩/૨૦૨૪ ઈ.પી.કો. કલમ - ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૧૪, ૧૨૦(બી) તથા ગુજરાત પ્રોટેક્સશન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ (ઇન ફાયનાંસીયલ અધિનીયમ લઇસ્ટાબ્લીસમેન્ટ) એક્ટ કલમ – ૦3 મુજબ તથા ઈનામી છેતરપીડી અને પૈસા સરક્યુલેશન સ્કીમ બુધ અધિનિયમની કલમ 4-5-6 મુજબ
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
