News of Saturday, 7th March 2026
કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે દેવધરી,સનાળા માધ્યમિક શાળાઓના ભવનનું અને પાટીયાળી ખાતે સુવિધાપથનું ખાતમુહૂર્ત

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૭ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકાના સનાળા અને દેવધરી ગામ ખાતે સમગ્ર શિક્ષા યોજના અન્વયે અનુક્રમે રૂ.૨ કરોડ ૩૫ લાખ અને રૂ.૨ કરોડ ૪૨ લાખ મળી કુલ રૂ. ૪.૭૭ કરોડના ખર્ચે નવી માધ્યમિક શાળાના ભવનોના ખાતમુહૂર્ત કરાયા હતા.
આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે રાજ્યના વિદ્યાર્થીઓ માટે અનેકવિધ યોજનાઓ અમલીકળત કરી છે. આજરોજ સનાળા અને દેવધરી ગામની શાળાઓના ખાતમુહૂર્ત પ્રસંગે આવનારી પેઢીના જીવન ઘડતરનું ભાથુ સમું નવું ભવન, નવી દિશા અને નવી આશાના સંકલ્પને સાકાર કરવા અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે બાળકો માટે પાયાનું ઘડતર એટલે પ્રાથમિક શાળા અને પાયા પર ઇંટની જેમ ચણતર એટલે માધ્યમિક શાળા.
આ બંને ગામોના બાળકોને છેવાડાના ગામોની શાળાઓમાં અભ્યાસ માટે જવું ન પડે તે માટે નવી માધ્યમિક શાળાઓના ભવન રૂ.૨ કરોડ ૭૬ લાખના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી ઘડતર માટે અગ્રેસર રહે તે માટે નવા ભવનનું નિર્માણ કરાયું છે. આ શાળાના વિદ્યાર્થીઓ ૯૦ ટકા પરિણામ પ્રાપ્ત કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગામની દીકરીઓ આત્મનિર્ભર બને તથા વધુને વધુ દીકરીઓ અભ્યાસ સહિત સરકારની વિવિધ યોજનાઓનો પણ લાભ લે તેવા હર હંમેશ પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહ્યા છે.
આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સાંસ્કળતિક કળતિ રજૂ કરવામાં આવી હતી અશ્વિનભાઈ સાંકળિયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર ભરતભાઈ પરમારે શાળાના ભવન નિર્માણ અંગેની વિગતવાર માહિતી આપી હતી. અને શાળાઓના શિક્ષકોએ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. આ તકે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર જેઠાભાઈ ચાવડા, સરપંચો, અગ્રણી કિશોરભાઈ ગોહિલ, નાથાભાઈ વાછાણી, વિપુલભાઈ ભુવા, પ્રકાશભાઈ સાંકળિયા, અમરશીભાઈ ચૌહાણ,નાગરભાઈ, વલ્લભભાઈ,કિશોરભાઈ પીપરડી, રાજુભાઈ કલાપરા,શાળાના આચાર્ય,શિક્ષકો,ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટિયાળી ખાતે રૂ.૯૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ સી.સી.રોડ મોઢુકા પાટિયાળી દેવધરી નવા રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર જે.એન.રાઠોડે સુવિધાપથ સી.સી.રોડના નિર્માણ અંગેની માહિતી આપી હતી આ કાર્યક્રમમા આજુબાજુના ગામના સરપંચો,ખેડૂતો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
