News of Saturday, 7th March 2026
ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસઃ તમામ ગ્રામ પંચાયતોને પ્રાથમિક સાધન કિટ આપવા સરકારનો નિર્ણય
ગાંધીનગરમાં ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત' વિષય પર મહેસૂલના ખ્ઘ્લ્ જયંતી રવિની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય બેઠક ‘સજ્જ સમુદાય, સુરક્ષિત ગ્રામ' પ્રોગ્રામ થકી ગ્રામથી તાલુકા સ્તરના લાખો નાગરિકોને ઓનલાઇન-હાઇબ્રિડ તાલીમ અપાઈ

અમદાવાદ,તા.૭: ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કુદરતી સાથે માનવી આપત્તિઓ વધી રહી છે ત્યારે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે તંત્રની સાથે જનતાની સામેલગીરી પર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આની સાથોસાથ ભૂપેન્દ્ર પટેલની સરકારે નવીનતમ પહેલ તરીકે ‘સજ્જ સમૂદાય, સુરક્ષિત ગામ' પ્રોગ્રામ શરૂ કર્યો છે, તેમ કહીને મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું છે કે, આપત્તિ સામે સજ્જતા માટે રાજ્યની તમામ ૧૮ હજાર ગ્રામ પંચાયતોને પ્રાથમિક સાધનોની કિટ આપવાનો નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલના ભાગરૂપે બાયસેગના માધ્યમથી ગામડાઓ અને તાલુકા સ્તરના લાખો નાગરિકોને સતત ઓનલાઈન અને હાઇબ્રિડ તાલીમ આપવામાં આવે છે. આ જ રીતે આપત્તિ વ્યવસ્થાન ફંડનો મહત્તમ ઉપયોગ કરી વીજળીના ટાવરોની મજબૂત કનેક્ટિવિટી, અવિરત ઊર્જા પુરવઠો મળી રહે તે દિશામાં કામ હાથ ધરાયું છે. શુક્રવારે અહીં 'ડિઝાસ્ટર પ્રેપર્ડનેસ ઈન ગુજરાત' વિષય પર એસીએસ ડો. રવિની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્તરની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકને સંબોધતાં ડો.રવિએ કહ્યું કે, આપત્તિ વ્યવસ્થાપન હવે માત્ર રાહત અને પુનઃવસન પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેમાં નિવારણ, જાગૃતિ અને સર્વગ્રાહી આયોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કેન્દ્રના માળખા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન- DRRના ૧૦ મુદ્દાના એજન્ડા સાથે સંપૂર્ણપણે સુસંગત છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
