<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

વર્તમાન નાણાકીય વર્ષમાં બજેટમાં ફાળવેલ ગ્રાન્‍ટનો ત્‍વરિત ઉપયોગ કરવાની સૂચના

પડતર નાણા ચાલુ માસમાં જ ઉપયોગમાં લઇ લેવા વિવિધ વિભાગો કાર્યરત

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૭: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહયુ છે. આ બજેટ સત્રમાં દરેક વિભાગની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે.

વર્તમાન બજેટ સત્રમાં જે જોગવાઇ કરવામાં આવી છે તે આગામી વર્ષ માટેની છે ગત વર્ષમાં કરવામાં આવી છે તે જોગવાઇમાં વણવપરાયેલી ગ્રાન્‍ટ જે આ માસ સુધી વાપરવામાં આવી નથી તે જોગવાઇ મુજબ જે તે વિભાગ દ્વારા ગત વિભાગની ગ્રાન્‍ટ વપરાયેલ નથી તે માટે દરેક વિભાગને તાકીદ કરવામાં આવી છે.

આ અંગે નાણા વિભાગ દ્વારા કડક તાકીદ કરવામાં આવી છે જે માટે દરેક વિભાગ કામે લાગી ગયેલ છે. અને પોતાના વિભાગ દ્વારા કરવામાં આવેલ વાર્ષિક ગ્રાન્‍ટ વપરાયેલ છે કે નહિ તે જે તે વિભાગે જોવાનું રહયુ છે. આ માટે દરેક વિભાગ પોતાની તૈયારીમાં વ્‍યસ્‍ત છે.

(12:00 PM IST)