<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

અમદાવાદમાં ઈમરજન્સી સ્થિતિ દરમિયાન નાગરિકોને એલર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાયરનનું પરીક્ષણ

નવા સાયરન ખરીદવા પહેલાં નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા તેની કામગીરી તપાસવા માટે આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું

અમદાવાદ શહેરમાં ઈમરજન્સી સ્થિતિ દરમિયાન નાગરિકોને એલર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાયરનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવા સાયરન ખરીદવા પહેલાં નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા તેની કામગીરી તપાસવા માટે આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સવારે આઠથી દસ વાગ્યા દરમિયાન સમયાંતરે સાયરન વગાડીને પરીક્ષણ કરાયું હતું. લાલદરવાજા ખાતે આવેલી હોમગાર્ડ કચેરી પર આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષણ સફળ રહેશે તો આગળ નવા સાયરનોની ખરીદી કરવામાં આવશે. આ પ્રકારના સાયરનનો ઉપયોગ આપત્તિ અથવા ઈમરજન્સી જેવી પરિસ્થિતિમાં લોકોને ચેતવણી આપવા માટે કરવામાં આવે છે.

(12:53 PM IST)