News of Saturday, 7th March 2026
નશીલી દવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ATS દ્વારા પર્દાફાશ કરાયો : ઍર કાર્ગો દ્વારા નશીલી દવા મોકલનારની ધરપકડ
દવાની નિકાસ કરનારા સુરતના નિકુંજ ગઢિયાની ATS દ્વારા ધરપકડ કરાઈ: ATS એ 4 કિલોથી વધુ દવાનો જથ્થો કબજે કર્યો

સુરત : નશીલી દવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ATS દ્વારા પર્દાફાશ કરાયો છે. ઍર કાર્ગો દ્વારા નશીલી દવા મોકલનારની ધરપકડ કરાઈ છે. દવાની નિકાસ કરનારા સુરતના નિકુંજ ગઢિયાની ATS દ્વારા ધરપકડ કરાઈ છે. ATS એ 4 કિલોથી વધુ દવાનો જથ્થો કબજે કર્યો છે. એક કિલો દવાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 4 થી 5 હજાર ડૉલર છે. ખોટી જાહેરાત કરી દવા થાઈલેન્ડ, મલેશિયા સહિતના દેશમાં મોકલવામાં આવતી હતી. ફાર્મસી દવાના સેમ્પલ તરીકે થાઈ અને મલેશિયાના કાર્ટેલને દવા મોકલાતી હતી. ત્યાં નશા માટે આ દવાનો ઉપયોગ કરાયો હતો. ભારતમાં આ દવા પર પ્રતિબંધ નથી પણ નિકાસ માટે પરવાનગી લેવી જરૂરી છે. થાઈલેન્ડમાં આ દવાનું વેેચાણ કે ખરીદી ગેરકાયદેસર છે. ATS એ થાઈલેન્ડમાં 14 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ATSએ આરોપીને પકડી આગળની તપાસ શરૂ કરી છે .
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
