News of Monday, 9th March 2026
DYCM હર્ષભાઈ સંઘવીને ભાજપે રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપી
ભાજપ દ્વારા આગામી રાજ્યસભાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને હરિયાણાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી : બિહાર, ઓડિશા, હરિયાણાના નિરીક્ષક નિમાયોઃ ૧૬ માર્ચે ૩૭ રાજ્યસભા બેઠકની થવાની છે ચૂંટણી

નવી દિલ્હી,તા.૯: ભાજપ (BJP) દ્વારા આગામી રાજ્યસભાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને ભાજપ હાઈકમાન્ડ દ્વારા હરિયાણા રાજ્યની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્ય નિમણૂકો અને જવાબદારીઓઃ ભારતીય જનતા પાર્ટીએ (BJP) દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી બેઠકો માટે નિરીક્ષકો જાહેર કર્યા છેઃ
હરિયાણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બિહાર બિહાર માટે વિજય શર્મા અને હર્ષ મલ્હોત્રાને નિરીક્ષકની જવાબદારી સોંપાઈ છે.
ઓડિશા ચંદ્રશેખર બાવનકુલેને ઓડિશાના નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા છે.આગામી૧૬ માર્ચના રોજ બિહાર, ઓડિશા અને હરિયાણા સહિતના રાજ્યોની કુલ ૩૭ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. હરિયાણામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષની રણનીતિ અને ઉમેદવારીના સંકલન માટે હર્ષ સંઘવી મહત્વની ભૂમિકા ભજવશે. ગાંધીનગર ખાતેથી મળેલી આ માહિતી મુજબ, હર્ષ સંઘવીની વધતી જતી સંગઠન શક્તિને ધ્યાને રાખીને પક્ષે તેમને આ આંતરરાજ્ય જવાબદારી સોંપી છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
