<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ સંગઠનનું માળખું જાહેર: વિવિધ હોદ્દેદારો અને સેલના કન્વીનરોની નિમણૂક સાથે નવી ટીમની જાહેરાત : જુઓ સંપૂર્ણ યાદી

પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની સંમતિ બાદ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાએ ૨૧ મુખ્ય હોદ્દેદારો અને ૯ સેલના જવાબદારોના નામની યાદી પ્રસિદ્ધ કરી

ગાંધીનગર:ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણાના અંતે કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરા દ્વારા પ્રદેશના પદાધિકારીઓ અને વિવિધ સેલના કન્વીનર-સહ કન્વીનરોના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ નિમણૂકોમાં ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરોનું પ્રતિનિધિત્વ જળવાય તે રીતે સંતુલિત માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રદેશ પદાધિકારીઓની વિગતવાર નિમણૂક:

કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે તાપીના મહેન્દ્રભાઈ પટેલ, વડોદરા મહાનગરના દશરથસિંહ ચુડાસમા, કચ્છના રાણશીભાઈ ગઢવી, જામનગર જિલ્લાના સુરેશભાઈ વસરા, ગાંધીનગર જિલ્લાના વિષ્ણુભાઈ પટેલ, ખેડાના અશ્વિનભાઈ સોનેરી, જૂનાગઢ જિલ્લાના સંજયભાઈ પટોળીયા અને બનાસકાંઠાના આશાબેન ચૌધરીની વરણી કરવામાં આવી છે.

સંગઠનને વેગ આપવા માટે પ્રદેશ મહામંત્રી તરીકે મહેસાણાના પ્રકાશભાઈ પટેલ, સુરત જિલ્લાના જશપાલસિંહ સોલંકી અને ખેડાના હેમલબેન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પ્રદેશ મંત્રી તરીકે રાજકોટ મહાનગરના વિજયભાઈ કોરાટ, નવસારીના આનંદભાઈ દેસાઈ, બનાસકાંઠાના મહેશભાઈ દેસાઈ, ગાંધીનગર જિલ્લાના વિપુલભાઈ બારોટ, ભાવનગર જિલ્લાના બાબુભાઈ જોળિયા, અરવલ્લીના રાજુભાઈ નીનામા, પાટણના ભીખાભાઈ ખેર અને આણંદના ગાયત્રીબેન પટેલની નિમણૂક થઈ છે. આ ઉપરાંત પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે બનાસકાંઠાના શામજીભાઈ ચૌધરી અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે ગાંધીનગર મહાનગરના વિજયભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.

વિવિધ સેલના જવાબદારોની જાહેરાત:

કિસાન મોરચા અંતર્ગત કાર્યરત પાંચ મુખ્ય સેલ માટે પણ કન્વીનર અને સહ-કન્વીનરો જાહેર કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા સેલમાં કન્વીનર તરીકે મહીસાગરના સચીનભાઈ પટેલ અને સહ-કન્વીનર તરીકે સુરત મહાનગરના જયકુમાર ત્રિવેદી કાર્ય કરશે. આઈ.ટી. સેલની જવાબદારી ભાવનગર મહાનગરના પ્રાંજલ દેસાઈ (કન્વીનર) અને વડોદરા મહાનગરના સરોજકુમાર ઝા (સહ-કન્વીનર) ને સોંપાઈ છે.

મીડિયા સેલમાં કર્ણાવતીના કશ્યપભાઈ કોટેચા કન્વીનર તરીકે અને ગાંધીનગર મહાનગરના જયપાલસિંહ વાઘેલા સહ-કન્વીનર તરીકે નિયુક્ત થયા છે. પ્રાકૃતિક ખેતી અને ગૌ સેવા સેલ માટે અમદાવાદ જિલ્લાના હર્ષદભાઈ પટેલને કન્વીનર અને કચ્છના ભાવેશભાઈ માવાણીને સહ-કન્વીનર બનાવવામાં આવ્યા છે. એગ્રીકલ્ચર રિસર્ચ અને રૂરલ ડેવલપમેન્ટ સેલના કન્વીનર તરીકે આણંદના ડો. વી. પી. રામાણીની નિમણૂક કરવામાં આવી છે.

આ નિમણૂકોની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, પ્રશાંતભાઈ કોરાટ, અનિરૂદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને કિસાન મોરચાના પ્રભારી ભરતભાઈ પંડ્યાને રવાના કરવામાં આવી છે.

(10:04 PM IST)