News of Monday, 9th March 2026
મહેસાણામાં સ્ટેડિયમ ક્યારે ? :મંત્રીએ કહ્યું- રાજ્યનો વિષય હોવાથી સ્ટેડિયમ બનાવવાની જવાબદારી રાજ્ય સરકારની
રમતગમત મંત્રી મનસુખભાઇ માંડવીયાએ કહ્યું-રાજ્ય સરકારની દરખાસ્તના આધારે કેન્દ્ર સરકાર સહાય પૂરી પાડે છે. ‘ખેલો ઇન્ડિયા’ અને ‘NSDF’ યોજના હેઠળ માંગ-આધારિત ભંડોળ ફાળવવામાં આવે છે.

મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં રમતગમત સ્ટેડિયમનો મુદ્દો ઉઠાવ્યો હતો ઉત્તર ગુજરાત અને મહેસાણામાં નવા સ્ટેડિયમના નિર્માણ અંગે પ્રશ્ન પૂછ્યો હતો છેલ્લા વર્ષમાં બનેલા આઉટડોર અને ઇન્ડોર સ્ટેડિયમ મામલે સરકાર પાસે માહિતી માંગી હતી ,નવા સ્ટેડિયમ ક્યાં સુધીમાં બનશે તે અંગે પણ સાંસદે સવાલ કર્યો હતો ત્યારે રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ લોકસભામાં સવિસ્તારથી પ્રત્યુત્તર આપ્યો હતો . રમતગમત રાજ્યનો વિષય હોવાથી સ્ટેડિયમ બનાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે તેમ રમતગમત પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું. રાજ્ય સરકારની દરખાસ્તના આધારે કેન્દ્ર સરકાર સહાય પૂરી પાડે છે. ‘ખેલો ઇન્ડિયા’ અને ‘NSDF’ યોજના હેઠળ માંગ-આધારિત ભંડોળ ફાળવવામાં આવે છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
