News of Monday, 9th March 2026
કર્ણાવતી એક્સપ્રેસ 31 માર્ચ સુધી મુંબઈ સેન્ટ્રલને બદલે બાંદ્રા ટર્મિનસથી દોડશે
કર્ણાવતી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં કરવામાં આવેલો હંગામી ફેરફાર લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા ઓપરેશનલ (પરિચાલન) કારણોસર કર્ણાવતી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં કરવામાં આવેલો હંગામી ફેરફાર લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા ફેરફાર મુજબ, અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી આ લોકપ્રિય ટ્રેન હવે 31 માર્ચ, 2026 સુધી મુંબઈ સેન્ટ્રલને બદલે બાંદ્રા ટર્મિનસથી જ પોતાની મુસાફરી શરૂ કરશે અને ત્યાં જ પૂર્ણ કરશે. મુસાફરોની સુવિધા અને રેલવે વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને આ સમયગાળો લંબાવવામાં આવ્યો છે, જેથી આ રૂટ પર મુસાફરી કરનારા પ્રવાસીઓએ સ્ટેશનના આ ફેરફારની નોંધ લેવા અનુરોધ કરાયો છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
