<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

અમદાવાદના દાણીલીમડામાં કૌટુંબિક ઝઘડામાં મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી:ચાર આરોપીઓની અટકાયત

મારામારીના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા:દાણીલીમડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મહિલાઓ વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાને પગલે દાણીલીમડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચાર આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે ગુનો નોંધીને મારામારી પાછળના મુખ્ય કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે થયેલી આ અથડામણને પગલે સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે.

(9:41 PM IST)