હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસ કમિશ્નરનું નવું જાહેરનામું :હવે સંપૂર્ણ નોંધ રાખવી ફરજીયાત
તમામ ગેરેજ, વાહન સમારકામ કેન્દ્રો અને સર્વિસ સ્ટેશનના માલિકોએ વાહન રિપેર કરવા આવતા લોકોની સંપૂર્ણ નોંધ રાખવી પડશે

અમદાવાદ શહેરમાં વધી રહેલા ગુનાઓ અને વાહન ચોરીના બનાવોને રોકવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા તારીખ 08 માર્ચ 2026 ના રોજ એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવો નિયમ સમગ્ર અમદાવાદ શહેરમાં તારીખ 08 માર્ચ 2026 થી 06 મે 2026 સુધી એટલે કે કુલ 50 દિવસ માટે લાગુ રહેશે. જે અંતર્ગત શહેરના તમામ ગેરેજ, વાહન સમારકામ કેન્દ્રો અને સર્વિસ સ્ટેશનના માલિકોએ વાહન રિપેર કરવા આવતા લોકોની સંપૂર્ણ નોંધ રાખવી ફરજિયાત બની ગઈ છે.
તમને થતું હશે કે અચાનક આવો નિર્ણય કેમ લેવાયો? તો વાત એમ છે કે, અમદાવાદ એક મોટું ઔદ્યોગિક શહેર હોવાથી અહીં કામકાજ માટે બહારના રાજ્યોમાંથી ઘણા લોકો આવે છે. વસ્તી વધવાની સાથે શહેરમાં ચોરી, લૂંટફાટ, અને ચેન સ્નેચિંગ જેવા મિલકત અને શરીર સંબંધી ગુનાઓ પણ વધ્યા છે. આવા ગુનાઓ કરવા માટે ગુનેગારો મોટાભાગે ચોરાયેલા બે પૈડાવાળા કે ચાર પૈડાવાળા વાહનોનો ઉપયોગ કરતા હોય છે. ગુનો કર્યા પછી પકડાઈ જવાના ડરથી આ લોકો વાહનમાં ફેરફાર કરાવવા કે તેને રિપેર કરાવવા માટે સ્થાનિક ગેરેજમાં જતા હોય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
