<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

યુદ્ધની આડઅસરઃ પ્‍લાસ્‍ટિકની તીવ્ર અછત

પોલી પ્રોપલીનના ડબલ રૂપિયા આપવા છતાં મટિરિયલ મળતું નથી, પાણીની બોટલ ઉનાળામાં ખૂટી પડી : મોટા ઓર્ડર માટે એડવાન્‍સ લઈને બેઠેલા વેપારીઓ ઓર્ડર રદ કરી રહ્યા છે

અમદાવાદ,તા.૧૦: અઠવાડિયાથી અમેરિકા, ઈઝરાયેલ અને ઇરાન વચ્‍ચે યુદ્ધનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ પરિસ્‍થિતિમાં ઘણા ઉદ્યોગોને તેની આડઅસર થઈ રહી છે. ત્‍યારે હવે ગુજરાતમાં પ્‍લાસ્‍ટિક માટેનું રો-મટિરિયલ ખૂટી પડતાં પ્‍લાસ્‍ટિકના ઉત્‍પાદન પર તેની માઠી અસર પડી છે. ઉનાળો શરૂ થઈ રહ્યો છે ત્‍યારે ધુમ વેચાતી પ્‍લાસ્‍ટિકની બોટલોબનાવવાનો ઉદ્યોગ રો મટિરિયલની અછતને લઈને મંદ પડી ગયો છે. માટે પેકટ વોટર બોટલના હોલસેલના ભાવ વધી ગયા છે. ઉત્‍પાદકોની ફરિયાદ છે કે બોટલ અને તેના પરના સ્‍ટીકર બનાવવા માટેનું રો મટિરિયલ પોલી પ્રોપલીન જે ૧૦૦ રૂપિયા કિલોના ભાવે મળતું હતું તે આજે ૨૦૦-૨૨૦ રૂપિયે કિલો થઈ ગયું છે અને દરરોજ તેના ભાવમાં વધારો થઈ કેટલાક આ પોલી પ્રોપલીનનો જથ્‍થો દબાવીને બેઠા છે અને આ પરિસ્‍થિતિમાં કૃત્રિમ અછત ઊભી કરી વધુ ભાવ રહ્યા હોવાની નાના વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે. સામાન્‍ય રીતે ક્રૂડમાંથી બનતા આ મટીરીયલ ઉપરાંત આયાત કરવામાં આવતા પ્‍લાસ્‍ટિકના દાણા (રો મટિરિયલ)ના મોટા જહાજ પણ મધ્‍ય દરિયે ફસાયા હોવાથી અછત વર્તાઈ રહી છે.

યુદ્ધને લઈને અખાતી ઈરાન અને અખાતી દેશોમાંથી આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઈલની આયાત ઘટી જવાથી ઇંધણના ભાવ વધે તેવી શક્‍યતાઓ ઊભી થઈ હતી. જોકે તંત્ર દ્વારા ચોક્કસ સમય ચાલે તેટલું ઇંધણ હોવાની જાહેરાત કરાતાં ભાવ સ્‍થિર છે. જોકે જુદા જુદા મટીરીયલની અછત ઊભી થઈ રહી છે. ગુજરાતમાં પ્‍લાસ્‍ટિક અને તેના ઉત્‍પાદનોની ઘણી મોટી ઈન્‍ડસ્‍ટ્રી ધમધમી રહી છે. આ ઉત્‍પાદન માટે પ્‍લાસ્‍ટિકના દાણા અને પોલી પ્રોપલીન મટિરિયલ પાયાની જરૂરિયાત છે. વર્તમાન સમયમાં ગુજરાતના બજારમાં પોલી પ્રોપલીન મટિરિયલની અછત ઊભી થઈ ગઈ છે. જેને કારણે પ્‍લાસ્‍ટિક ઈન્‍ડસ્‍ટ્રી મુશ્‍કેલીમાં મુકાઈ છે.

અમદાવાદના ઉદ્યોગપતિ સચીન પટેલના જણાવ્‍યા મુજબ પોલી પ્રોપલીન જે બજારમાં ૧૦૦ રૂપિયા કિલો મળતું હતું તેના ભાવ ૨૦૦-૨૨૦ થઈ ગયા છે. આટલા રૂપિયા આપવા છતાં મટિરિયલ મળે તેની કોઈ જ ગેરંટી નથી. માટે ઉત્‍પાદકો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે. પ્‍લાસ્‍ટિકની બોટલ કે અન્‍ય તમામ ઉત્‍પાદનો માટે જે નાના ઉદ્યોગપતિઓએ એડવાન્‍સ લઈને ઓર્ડર લીધા હોય તેઓ હવે આ ઓર્ડર પૂરા કરી શકે તેમ નથી. ઘણા વેપારીઓએ ઓર્ડર કેન્‍સલ કરી એડવાન્‍સ પરત કરી દીધા છે.

હવે ઉનાળાની સિઝનમાં પાણીની બોટલની માગ પાંચ-સાત ગણી થઈ જતી હોય છે. ત્‍યારે પાણીની બોટલોના ઉત્‍પાદકો પાસે પાણીની બોટલ અને તેના પર લગાવવાના સ્‍ટીકર માટેનું મટિરિયલ ખૂટી પડયું. છે. પેકટ વોટરના ઉત્‍પાદક વિશાલ પટેલના જણાવ્‍યા મુજબ હાલ પ્રિફોર્મ કે અન્‍ય મટિરિયલની કરોડો ટનની જરૂર પડી રહી છે. આ પરિસ્‍થિતિમાં રો મટિરિયલ નહીં મળતાં તેઓ જરૂરી ઉત્‍પાદન કરી શકતા નથી. હાલ પાણીની બોટલ બનાવવી મુશ્‍કેલ બની રહી છે. જો રો મટિરિયલ નહીં મળી શકે તો આગામી દિવસોમાં ઘણી મુશ્‍કેલી ઊભી થઈ શકે છે.મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે. પ્‍લાસ્‍ટિકની બોટલ કે અન્‍ય તમામ ઉત્‍પાદનો માટે જે નાના ઉદ્યોગપતિઓએ એડવાન્‍સ લઈને ઓર્ડર લીધા હોય તેઓ હવે આ ઓર્ડર પૂરા કરી શકે તેમ નથી. ઘણા વેપારીઓએ ઓર્ડર કેન્‍સલ કરી એડવાન્‍સ પરત કરી દીધા છે.

હવે ઉનાળાની સિઝનમાં પાણીની બોટલની માગ પાંચ-સાત ગણી થઈ જતી હોય છે. ત્‍યારે પાણીની બોટલોના ઉત્‍પાદકો પાસે પાણીની બોટલ અને તેના પર લગાવવાના સ્‍ટીકર માટેનું મટિરિયલ ખૂટી પડયું. છે. પેકટ વોટરના ઉત્‍પાદક વિશાલ પટેલના જણાવ્‍યા મુજબ હાલ પ્રિફોર્મ કે અન્‍ય મટિરિયલની કરોડો ટનની જરૂર પડી રહી છે. આ પરિસ્‍થિતિમાં રો મટિરિયલ નહીં મળતાં તેઓ જરૂરી ઉત્‍પાદન કરી શકતા નથી. હાલ પાણીની બોટલ બનાવવી મુશ્‍કેલ બની રહી છે. જો રો મટિરિયલ નહીં મળી શકે તો આગામી દિવસોમાં ઘણી મુશ્‍કેલી ઊભી થઈ શકે છે.

(10:09 AM IST)