News of Tuesday, 10th March 2026
ભૂપેન્દ્રભાઇ અને હર્ષ સંઘવી દિલ્હી દોડયાઃ સ્થાનિક ચૂંટણી અંગે ચર્ચા
એપ્રિલમમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓઃ હાઇકમાન્ડ સાથે મહત્વની ચર્ચાઃ મુદત પૂરી થતી ૭૧ નગરપાલિકાઓમાં વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીઓ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦ :.. આજે રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તાબડતોબ દિલ્હી ગયા છ.ે આ દિલ્હીની મુલાકાતનું મુખ્ય કારણ આગામી ટૂંક સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે.
દિલ્હી ખાતે હાઇકમાન્ડ સાથે વિગતવાર ચર્ચા કરશે. ઉપરાંત રાજયની ૭૧ નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણુંક કરવામાં આવી છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એપ્રિલની મધ્યમાં થાય તેમ દેખાઇ રહ્યું છે.
દિલ્હીથી પરત આવતાની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જાહેરાત થાય તેવી પૂરેપુરી શકયતાઓ દેખાઇ રહી છે.
બીજી તરફ ભાજપ સંગઠન દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
