<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

વડોદરામાં બેફામ કાર ચલાવતા 16 વર્ષના કિશોરે અમિતનગર નજીક ત્રણ રાહદારીઓને ઉલાળ્યા

રોષે ભરાયેલા ટોળાએ પોલીસનો ઘેરાવો કરી કિશોર પર આક્રોશ પ્રદર્શિત કર્યો અને મારવાનો પ્રયાસ પણ કર્યો

વડોદરામાં બેફામ કાર ચલાવતા 16 વર્ષના કિશોર દ્વારા ત્રણ રાહદારીઓને અડફેટે લીધા હતા, છોકરાએ હોન્ડા સિટી કાર લઈને નિકળ્યા હતા અને અમિતનગર નજીક કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો  અકસ્માતમાં બાળક અને મહિલા સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી છે. રોષે ભરાયેલા ટોળાએ પોલીસનો ઘેરાવો કરી કિશોર પર આક્રોશ પ્રદર્શિત કર્યો હતો અને તેને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો  ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સગીર કિશોરને ટોળાથી બચાવી હરણી પોલીસ મથકે લવવામાં આવ્યો છે

 

(11:41 AM IST)