News of Tuesday, 10th March 2026
સૌરાષ્ટ્રના કચ્છનો હવાલો પી.કે.માલ, અમદાવાદ, ઉતર ગુજરાતથી વલસાડ સુધી દીપક મેઘાણી સુપરવિઝન કરશે
ACB એડિશનલ ડાયરેક્ટર અને જોઇન્ટ ડાયરેક્ટર દ્વારા ચાર્જ સંભાળ્યોઃ બદલી પામેલ બિપિન આહિરે મકરંદ ચૌહાણને વિદાયમાન અપાયું

રાજકોટ, તા.૧૦: રાજ્ય પોલીસ તંત્રના ડીઆઈજી અને ig લેવલના સિનિયર IPS અને પોસ્ટિંગ વગર લાંબા સમય થયા , પગાર વગર ઘેર બેઠેલા ips ના પોસ્ટિંગ સાથે કુલ ૩૬ બદલીઓનો પ્રથમ રાઉન્ડ નીકળ્યા જેમાં કોસ્ટલ ig પદે ફરજ બજાવતા ips પી.એમ.માલની લાંચ રૂશ્વત વિરોધી બિયુરોમાં બિપીન આહિરેના સ્થાને નિમણૂક થતા તેઓએ પોતાની જગ્યાનો ચાર્જ સાંભળી લીધો છે.
લાંચ રૂશ્વત વિરોધી અર્થાત્ એન્ટી કરપ્શન વિભાગમાં સુરત સહિત વિવિધ સ્થાનનો અનુભવ ધરાવતા આ ips સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છનો હવાલો સંભાળશે.
લાંચ રૂશ્વત વિરોધી બિયુટોમાંથી બદલી પામેલ બીજા જોઇન્ટ ડાયરેક્ટર મકરંદ ચોહાણ કે જેવો પોલીસ ભવનમાં લો એન્ડ ઓર્ડર વિભાગમાં મુકાયા છે, તેમના સ્થાને દીપક મેઘાણી ACB જોઇન્ટ ડાયરેક્ટર પદે નિમાયા છે, રાજ્ય પોલીસ તંત્રના આ અનુભવી IPS માનવીય અભિગમ ધરાવતા અને કાવ્ય રચના માટે ખૂબ જાણીતા છે. સામાન્ય લોકોને પીડિતા કટકીબાજો સામે કડક હાથે કામ લેવાના મતના આ અધિકારીએ પણ પોતાનો ચાર્જ ગઈ કાલે અર્થાત સોમવારે સાંભળ્યો છે. ACB ના વિવિધ યુનિટોના વડાઓ અને સ્ટાફ દ્વારા બદલી પામેલ બન્ને અધિકારીઓને વિદાયમાન સાથે નવા આવેલ અધિકારોને ઉષ્માભેર આવકાર આપવામાં આવેલ. દીપક મેઘાણી પાસે અમદાવાદ, ઉત્તર ગુજરાતથી માંડી વલસાડ સુધીનું કાર્યક્ષેત્ર રહેશે. બન્ને દ્વારા ચાર્જ સંભાળતા સાથે જ કામગીરી અંગેની ચર્ચાઓ શરૂ કરી
છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
