News of Tuesday, 10th March 2026
મધુર ડેરીના નિર્ણયના કારણે પશુપાલકો હેરાન : પશુપાલકોનું દૂધ લેવાની મનાઈ કરી દેતા વિવાદ
મધુર ડેરીના આ નિર્ણયના કારણે દેહગામના પશુપાલકો જિલ્લા રજીસ્ટ્રારની કચેરીએ પહોંચ્યા અને આ નિર્ણય અંગેની રજુઆત કરી

મધુર ડેરીના નિર્ણયના કારણે પશુપાલકો હેરાન થઈ ગયા છે. વાત એવી છે કે મધુર ડેરીએ પશુપાલકોનું દૂધ લેવાની મનાઈ કરી દેતા વિવાદમાં આવી ગઈ છે. ઉપરથી સમયમર્યાદા આપવાની જગ્યાએ આવતીકાલથી જ આ નિર્ણયને અમલમાં લાવી દીધો છે.
મધુર ડેરીના આ નિર્ણયના કારણે દેહગામના પશુપાલકો જિલ્લા રજીસ્ટ્રારની કચેરીએ પહોંચ્યા હતા અને આ નિર્ણય અંગેની રજુઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે એક આંકડા પ્રમાણે 15 હજાર જેટલા પશુપાલકોને નુકસાન થઈ શકે છે. બીજી બાજુ પશુપાલકો 4 મહિનાથી દૂધ ભરતા હતા. ત્યારે મધુર ડેરી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો કોઈ ઉકેલ આવે છે કે સ્થિતિ આમ ને આમ રહે છે તે જોવાનું રહ્યું.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
